IPL 2024: ધોની VS વિરાટ... 'કમાણીની પિચ' પર કોણ કોનાથી આગળ, જાણો કેટલી છે સંપત્તિ
નવી મુંબઇ,તા. 22 માર્ચ 2024, શુક્રવાર
ભારતીય ક્રિકેટના સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે,બંને ક્રિકેટર્સની પ્રોપર્ટી કેટલી છે?
મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે. મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ ઉપરાંત, તેમના રોકાણો, સોશિયલ મીડિયા ફી, માલિકીની બ્રાન્ડ્સ અને રિયલ એસ્ટેટ રોકાણ સહિત તેમની કુલ સંપત્તિ રૂ. 1,000 કરોડથી વધુ છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો તેની આઈપીએલ સેલેરી 15 કરોડ રૂપિયા છે.
વિરાટ કોહલીની નેટવર્થ કેટલી છે?
વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. IPL સેલેરી સિવાય વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની સરખામણીએ કોહલીની કુલ સંપત્તિ અંદાજે 50 કરોડ રૂપિયા વધુ છે.
જ્યારે ભારતના સૌથી અમીર ક્રિકેટરની વાત કરીએ તો સચિન તેંડુલકર ટોપ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1,050 કરોડ રૂપિયા છે, જે મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ છે. વિરાટ કોહલી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A++ ગ્રેડનો ભાગ છે. વિરાટ કોહલી આમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે
આ પણ વાંચો: IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લૂક: તસવીર જોઈને ચાહકોએ કહ્યું- માહી સામે ભલભલા હીરો છે ફેલ