મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા અને કોચ સામે એક્શન લેવા જોઈએ...: સેહવાગે કેમ કરી આવી માંગ?
Image Twitter |
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024થી બહાર થનારી પહેલી ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સ 3 મે, શુક્રવારે કોલકતા સામે હારી ગઈ હતી, અને આ હારની સાથે જ તેઓ IPL 2024માંથી બહાર આવી ગયા હતા. આ મેચમાં મોટાભાગનો સમય સુધી મુંબઈના કંટ્રોલમાં હતો. પરંતુ કેટલીક ભૂલોના અને બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે આ ટીમ હારી ગઈ હતી. આ હાર પછી પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહવાગે આ લોકોને ઘણું સંભળ્યાવ્યું છે.
મેચમાં સાત અને આઠમાં નંબર પર બેટિંગ કરતા હાર્દિક પંડ્યા અને ટિમ ડેવિડથી પણ સેહવાગ નારાજ છે. ક્રિકબઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, કેકેઆરએ આન્દ્રે રસેલને બચાવી રાખ્યો હતો. તે માત્ર બે બોલ રમ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા અને ટિમ ડેવિડને બચાવ્યા હતા. તેનાથી તમને શું મળ્યું? ઘણા બોલ બાકી હતા અને તે ઓલઆઉટ થઈ ગયો. તમે પહેલા આવી શકતા હતા અને કદાચ એ પહેલા ગેમ પૂરી થઈ શકતી હતી.
મને ખબર જ નથી કે, ચેન્જ કર્યા પછી તેમને શું થઈ જાય છે
હાર્દિક પંડ્યા સાત અને ટિમ ડેવિડ આઠ રન પર છે. મને ખબર જ ન પડી તેમણે શું કર્યુ. આ બધા ખેલાડીઓ એટલા ખરાબ છે કે, જો પહેલા બેટિંગ કરશે તો આઉટ થઈ જશે?
તે મુંબઈ માટે ખૂબ ઓછો રમે છે
સેહવાગને હાર્દિક પર એટલા માટે ગુસ્સો આવે છે કે, કારણ કે તે મુંબઈ માટે ખૂબ ઓછો રમે છે. જ્યારે ગુજરાત માટે તે ટોપ પર બેટિંગ કરતો હોય છે. સેહવાગે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના માલિકોએ ખેલાડીઓ અને મેનેજમેન્ટ સામે કડક નિર્ણયો લેવા જોઈએ.
'GTની કેપ્ટનશીપ કરતી વખતે હાર્દિક પંડ્યા સતત ચોથા નંબર પર રમ્યો હતો. હવે અહીં શું થયું? મને એ વાતથી ખૂબ જ આશ્ચર્ય થાય છે કે, અનુભવી ખેલાડીઓ આટલી નીચી બેટિંગ કરવા આવે છે, હું તેનાથી ખૂબ જ હેરાન છું. મેનેજમેન્ટે ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પૂછવું જોઈએ કે શું થઈ રહ્યું છે.'
માલિકોએ તેમને અઘરા પ્રશ્નો પૂછવા જોઈએ
અથવા ખેલાડીઓએ પોતે આવીને કહેવું જોઈએ કે, તેમની બેટિંગ પોઝિશન કેમ બદલાઈ ગઈ છે. આમાં કેપ્ટન, બેટિંગ કોચ, બોલિંગ કોચ અને સપોર્ટ સ્ટાફની ભૂલ છે. માલિકોએ તેમને અઘરા પ્રશ્નો પૂછવા જોઈએ.
આ મેચમાં હાર્દિકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેમનો આ નિર્ણય પણ સાચો સાબિત થતો દેખાયો. 60 રનની અંદર જ કોલકાતાએ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી હાર્દિકે મેચ પરની પકડ ઢીલી કરી દીધી હતી. તેમણે પાર્ટ ટાઈમ બોલરોનો ઉપયોગ કરીને KKRને ફરી પરત આવવાની તક આપી છે. ટીમે તેનું મૂડીકરણ પણ કર્યું.
સિઝનની પહેલી મેચ રમી રહેલા મનીષ પાંડેએ વેંકટેશ અય્યર સાથે મળીને ટીમને 169 સુધી પહોંચાડી હતી. તો તેના જવાબમાં મુંબઈ સ્કોરમાં પાછળ રહી ગયું હતું. KKRએ આ મેચ 24 રને જીતી લીધી હતી.