Get The App

IPL 2024: વિરાટ કોહલીએ તોડ્યો ડિવિલિયર્સનો મહારેકોર્ડ, જોકે લિસ્ટમાં રોહિત ઘણો આગળ

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
IPL 2024: વિરાટ કોહલીએ તોડ્યો ડિવિલિયર્સનો મહારેકોર્ડ, જોકે લિસ્ટમાં રોહિત ઘણો આગળ 1 - image


Virat Kohli Record: વિરાટ કોહલીએ IPL 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઈટન્સ 201નો ટાર્ગેટ ચેઝ કરતા શાનદાર ઈનિંગ રમી હતી. RCBના પૂર્વ કેપ્ટને 44 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. હવે આ અણનમ ઈનિંગ સાથે વિરાટ કોહલીએ RCBના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો મહારેકોર્ડ તોડી નાખ્યો છે.

ગુજરાત સામે રમાયેલી મેચમાં કોહલીએ સિક્સરના મામલે એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો છે. કોહલીએ હવે IPLમાં 254 છગ્ગા પૂરા કરી લીધા છે. ડિવિલિયર્સે તેના IPL કરિયરમાં 251 છગ્ગા ફટકાર્યા હતા. આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા 275 છગ્ગા સાથે બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં કોહલી તેનો રેકોર્ડ પણ તોડી શકે છે. આ યાદીમાં ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે તેના IPL કરિયરમાં 357 છગ્ગા ફટકાર્યા છે.

IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન

ક્રિસ ગેલ- 357 છગ્ગા

રોહિત શર્મા- 275 છગ્ગા

વિરાટ કોહલી- 254 છગ્ગા

એબી ડિવિલિયર્સ- 251 છગ્ગા

એમએસ ધોની- 247 છગ્ગા

કોહલીએ IPL 2024માં 500 રન પૂરા કર્યા

વિરાટ કોહલીએ IPL 2024માં 500 રન પૂરા કરી લીધા છે. વર્તમાન સિઝનમાં આ આંકડા પર પહોંચનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો છે. સૌથી વધુ રન બનાવતા કોહલી પાસે ઓરેન્જ કેપ છે. અત્યાર સુધી કિંગ કોહલીએ 10 મેચની 10 ઈનિંગ્સમાં 71.43ની એવરેજ અને 147.49ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 500 રન બનાવ્યા છે.

ગુજરાત સામેની મેચ જીત્યા બાદ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાન પર છે. RCBએ અત્યાર સુધી સિઝનમાં 10 મેચ રમી છે. તેમાં તેને માત્ર 3 જીત મળી છે અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચમાં RCBએ પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સને હરાવ્યું છે. ટીમ પાસે 6 પોઈન્ટ -0.415નો નેટ રનરેટ છે. જોકે, ટીમ હજુ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ.


Google NewsGoogle News