IPLમાં ઓરેન્જ કેપની 'ફાઈટ'માં કોહલી માટે ખતરો બન્યો આ તોફાની બેટર, હવે ફક્ત આટલા રનનું અંતર

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
IPLમાં ઓરેન્જ કેપની 'ફાઈટ'માં કોહલી માટે ખતરો બન્યો આ તોફાની બેટર, હવે ફક્ત આટલા રનનું અંતર 1 - image


Image Source: Twitter

IPL 2024 Orange cap and Purple cap List: સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની IPL 2024ની 35મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. DC સામે 89 રનની ધમાકેદાર ઈનિંગ રમનાર SRHના સલામી બેટ્સમેન ટ્રેવિસ હેડ IPL 2024માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં લાંબી છલાંગ લગાવીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. હેડ હવે વિરાટ કોહલી માટે ખતરો બની ગયો છે. કોહલી પાસે સિઝનની શરૂઆતથી જ ઓરેન્જ કેપ છે. બીજી તરફ કુલદીપ યાદવે SRH સામે 4 વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં ટોપ-5 બોલરોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોમાં 3 ભારતીય છે.

 કિંગ કોહલી 7 મેચમાં 361 રન સાથે આ લિસ્ટમાં ટોપ પર

ઓરેન્જ કેપના લીડરબોર્ડ પર નજર કરીએ તો કિંગ કોહલી 7 મેચમાં 361 રન સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. હવે ટ્રેવિસ હેડ આ લિસ્ટમાં તેની સૌથી નજીક પહોંચી ગયો છે જેના નામ પર 6 મેચમાં 324 રન છે. હવે કોહલી અને હેડ વચ્ચે માત્ર 37 રનનો જ તફાવત છે. આજે RCBનો સામનો KKR સામે છે. જો વિરાટ આજે નિષ્ફળ જાય છે તો હેડને આગામી મેચમાં તેનાથી આગળ નીકળવાની શાનદાર તક મળશે.

ઓરેન્જ કેપના ટોપ-5 બેટ્સમેનોની આ યાદીમાં 4 ભારતીય 

ઓરેન્જ કેપના ટોપ-5 બેટ્સમેનોની આ યાદીમાં 4 ભારતીય છે. કોહલી સિવાય આ લિસ્ટમાં રિયાન પરાગ, રોહિત શર્મા અને કેએલ રાહુલ છે. DC vs SRH મેચમાં 46 રનની શાનદાર ઈનિંગ રમનાર અભિષેક શર્મા 257 રન સાથે 10માં સ્થાન પર છે તો બીજી તરફ ઋષભ પંત 254 રન સાથે 11માં સ્થાન પર છે.


Google NewsGoogle News