IPL 2024 અંગે મોટું અપડેટ, ટુર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે, હવે આ દેશમાં યોજાશે બીજું સત્ર!

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPLનું માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
IPL 2024 અંગે મોટું અપડેટ, ટુર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે, હવે આ દેશમાં યોજાશે બીજું સત્ર! 1 - image
Image:File Photo

IPL 2024 Venue : IPL 2024ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ IPLનું સ્થળ બદલાઈ શકે છે. આ લાખો ભારતીય ચાહકો, જેઓ લાઈવ મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતા તેમનાં માટે મોટો ઝટકો હોઈ શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPL 2024નું સ્થળ બદલાઈ શકે છે. BCCIના સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ટુર્નામેન્ટનું આયોજન સ્થળ બદલાઈ શકે છે.

આજે સાંજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થશે

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPLનું માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આમાંથી એક પણ મેચ દિલ્હીમાં યોજાવાની ન હતી. આજે સાંજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે IPLના બીજા સત્રનું સ્થળ બદલાઈ શકે છે. IPLનું બીજું સત્ર 7 એપ્રિલ પછી રમાશે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સત્ર ભારતમાં નહીં પરંતુ UAEમાં રમાઈ શકે છે.

BCCIએ ખેલાડીઓના પાસપોર્ટ પણ માંગ્યા

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા IPLના પ્રથમ હાફના શેડ્યૂલમાં કુલ 21 મેચો યોજાવા જઈ રહી છે. આ સત્રની છેલ્લી મેચ 7 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ પછી આ ટુર્નામેન્ટ UAEમાં રમાઈ શકે છે. વર્ષ 2020માં પણ કોરોનાના કારણે IPLનું આયોજન ભારતમાં થયું ન હતું, પરંતુ આ ટુર્નામેન્ટનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. આ સિઝનમાં IPL મેચો 3 મેદાનો પર યોજાઈ હતી, જેમાં દુબઈ, અબુ ધાબી અને શારજાહનો સમાવેશ થયો હતો. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIએ ખેલાડીઓના પાસપોર્ટ પણ માંગ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે IPLનું બીજું સત્ર ભારતમાં યોજાશે નહીં.

IPL 2024 અંગે મોટું અપડેટ, ટુર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે, હવે આ દેશમાં યોજાશે બીજું સત્ર! 2 - image


Google NewsGoogle News