Get The App

IPL 2024 : CSK vs RCB મેચનું ટિકિટ બુકિંગ શરૂ, જાણો કેવી રીતે તમે ખરીદી શકશો

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
IPL 2024 : CSK vs RCB મેચનું ટિકિટ બુકિંગ શરૂ, જાણો કેવી રીતે તમે ખરીદી શકશો 1 - image


નવી દિલ્હી,તા. 18 માર્ચ 2024, સોમવાર 

IPL 2024ની પ્રથમ મેચ માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સીઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનની ઓપનિંગ સેરેમની પણ 22 માર્ચે યોજાશે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની સત્તાવાર વેબસાઇટે જાહેરાત કરી છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2024 ની શરૂઆતની મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ સોમવાર, 18 માર્ચથી શરૂ થશે. ચાહકો સવારે 9:30 વાગ્યાથી ટિકિટ ખરીદી શકશે.

તમે CSK અને RCBની મેચ માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકો છો. આ માટે તમે Paytm Insider અથવા બુક માય શોની મુલાકાત લઈ શકો છો. 

CSK અને RCB વચ્ચેની મેચની સૌથી સસ્તી ટિકિટ 1700 રૂપિયા છે. પરંતુ તમારે તેને ખરીદવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. ઓનલાઈન ટિકિટ ખરીદનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે.

આ મેચ ચેન્નાઈના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. તેથી, 1700 રૂપિયાની ટિકિટ સી લોઅર, ડી લોઅર અને ઇ લોઅર સેક્શનની હશે. જો કે, 1700 થી 4500 રૂપિયા સુધીની ટિકિટ આ ત્રણ વિભાગો તેમજ I, J અને K વિભાગ માટે ઉપલબ્ધ રહેશે. કોને કઈ ટિકિટ મળશે તે કિંમત પર નિર્ભર રહેશે.

ટિકિટની બીજી કિંમત 4000 રૂપિયાથી 7500 રૂપિયા સુધીની છે. C, D, E અને I, J, K  સેક્શન છે. આ સિવાય VVI ટિકિટ પણ છે. પરંતુ તે હવે ઉપલબ્ધ નથી.

Paytm Insider અનુસાર, એક વ્યક્તિ બેથી વધુ ટિકિટ ખરીદી શકતો નથી. જ્યારે બુક માય શોએ ટિકિટ બુકિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

સ્ટેન્ડ

  કિંમત

ક્યાં ખરીદવી

 

C,D,E (લોવર)

1700

 

ઓનલાઇન

I,J,K (અપર)

4000

ઓનલાઇન

 

I,J,K (લોઅર)

4500

ઓનલાઇન

 

C, D, E (અપર)

4000

ઓનલાઇન

 

KMK ટેરેંસ

7500

ઓનલાઇન

 

ટિકિટ ખરીદવા અંગેના નિયમો 

તમે એક સમયે માત્ર બે ટિકિટ ખરીદી શકશો. 

તમે તમારી અનુકૂળતા મુજબ પેમેન્ટ મોડ પસંદ કરી શકો છો. 

તમને એકવાર ટિકિટ પસંદ કર્યા પછી, 7 મિનિટનો સમય આપવામાં આવશે, જો ટિકિટ 7 મિનિટની અંદર પેમેન્ચ નહીં થાય તે તે કાર્ટમાંથી હટી જશે. 


Google NewsGoogle News