Get The App

દિલ્હી સામે તાબડતોડ બેટિંગ બાદ સુનીલ નારાયણે બનાવ્યો ખાસ રેકોર્ડ, રસેલની કરી બરાબરી

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
દિલ્હી સામે તાબડતોડ બેટિંગ બાદ સુનીલ નારાયણે બનાવ્યો ખાસ રેકોર્ડ, રસેલની કરી બરાબરી 1 - image
Image:IANS

Sunil Narine : IPL 2024માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં સુનીલ નારાયણે દિલ્હી કેપિટલ્સ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 39 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. આ મેચમાં KKRએ DCને 106 રને હરાવ્યું હતું. આ મેચ માટે સુનીલ નારાયણને 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નારાયણે KKR માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવામાં આન્દ્રે રસેલની બરાબરી કરી લીધી છે.

નારાયણે કરી રસેલની બરાબરી

KKR તરફથી રમતા સુનીલ નારાયણે કુલ 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. રસેલ પણ 14 વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે. આ મામલે ગૌતમ ગંભીર બીજા સ્થાને છે. ગંભીર 10 વખત આ ખિતાબ જીતી ચૂક્યો છે. યુસુફ પઠાણે આ ખિતાબ 7 વખત જીત્યો છે. 

સુનીલ નારાયણનું IPL કરિયર રહ્યું છે શાનદાર

સુનીલ નારાયણે IPLમાં ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 165 મેચ રમી છે. આ દરમિયાન 1180 રન બનાવ્યા છે. નારાયણે આ ટુર્નામેન્ટમાં 5 ફિફ્ટી ફટકારી છે. તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે 166 વિકેટ લીધી છે. આ દરમિયાન સુનીલ નારાયણનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 5 વિકેટ લેવાનું હતું.

દિલ્હી સામે તાબડતોડ બેટિંગ બાદ સુનીલ નારાયણે બનાવ્યો ખાસ રેકોર્ડ, રસેલની કરી બરાબરી 2 - image


Google NewsGoogle News