SRH-MIની મેચમાં 38 છગ્ગા, કુલ 523 રન, બેટરોની ફટકાબાજીથી અનેક રેકોર્ડ ધરાશાયી
હાર્દિક પંડ્યાની ટીમને 31 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
બંને ટીમો તરફથી કુલ 4 ફિફ્ટી ફટકારવામાં આવી હતી
Image:IANS |
SRH vs MI : IPL 2024માં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમને 31 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સના નેતૃત્વમાં SRHની ટીમે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આ મામલે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ ટાર્ગેટનો પીછો કરવામાં નિષ્ફળ રહી હતી. પંડ્યાના નેતૃત્વમાં MIએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા.
IPLમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર
277/3 - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
263/5 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પુણે વોરિયર્સ, બેંગલુરુ, 2013
257/5 - લખનઉ સુપર જાયન્ટ્સ vs પંજાબ કિંગ્સ, મોહાલી, 2023
248/3 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
246/5 - ચેન્નઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ, 2010
246/5 - મુંબઈ ઈન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ, 2024
IPL 2024 ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
IPL 2024માં રમાયેલી આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો હતો. તેમજ બંને તરફથી કુલ 4 ફિફ્ટી પણ ફટકારવામાં આવી હતી.બંને ઇનિંગ્સમાં કુલ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં પણ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. આ મેચ વર્ષ 2010માં ચેન્નઈમાં રમાઈ હતી.
IPL મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી (4s+6s)
69 - ચેન્નઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ, 2010
69 - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
67 - પંજાબ કિંગ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સ, લખનઉ, 2023
67 - પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ઈન્દોર, 2018
65 - ડેક્કન ચાર્જર્સ vs રાજસ્થાન રોયલ્સ, હૈદરાબાદ, 2008
IPLમાં કોઈ ટીમની ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા
21 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પુણે વોરિયર્સ, બેંગલુરુ, 2013
20 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
20 - દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત લાયન્સ, દિલ્હી, 2017
20 - મુંબઈ ઈન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ, 2024
18 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પંજાબ કિંગ્સ, બેંગલુરુ, 2015
18 - રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ, શારજાહ, 2020
18 - ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, 2023
18 - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
મેન્સ T20 મેચમાં સૌથી વધુ 38 છગ્ગા
IPL 2024ની આઠમી મેચમાં મેન્સ T20 મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. આ મેચમાં કુલ 38 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા.
મેન્સ T20 મેચમાં સૌથી વધુ છગ્ગા
38 - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, IPL 2024
37 - બાલ્ખ લિજેન્ડ્સ vs કાબુલ જવાન, શારજાહ, APL 2018
37 - એસએનકેપી vs જેટી, બૈસેટેરે, CPL 2019
36 - ટાઇટન્સ vs નાઈટ્સ, પોટચેફસ્ટ્રુમ, CSA T20 ચેલેન્જ 2022
35 - જેટી vs ટીકેઆર, કિંગ્સ્ટન, CPL 2019
35 - સાઉથ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023
IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા
સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં બંને ટીમોએ પોતપોતાની ઇનિંગમાં છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ મેચમાં 38 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જે IPL ઈતિહાસમાં સૌથી વધુ છે. અગાઉ વર્ષ 2018માં RCB અને CSK વચ્ચે રમાયેલી મેચમાં 33 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. આ મેચ બેંગલુરુમાં રમાઈ હતી.
IPL મેચમાં સૌથી વધુ છગ્ગા
38 - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
33 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નઈ સુપર કિંગ્સ, બેંગલુરુ, 2018
33 - રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, શારજાહ, 2020
33 - રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, બેંગલુરુ, 2023
IPL મેચમાં સૌથી વધુ કુલ સ્કોર
523 - સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
469 - ચેન્નઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ, 2010
459 - પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ઈન્દોર, 2018
458 - પંજાબ કિંગ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સ, મોહાલી, 2023
453 - મુંબઈ ઈન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, મુંબઈ, 2017
IPLમાં બીજી ઇનિંગમાં સર્વોચ્ચ સ્કોર
246/5 - મુંબઈ ઈન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ, 2024 (હાર)
226/6 - રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ, શારજાહ, 2020 (જીત)
223/5 - રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, ચેન્નઈ, 2010 (હાર)
223/6 - મુંબઈ ઈન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, મુંબઈ, 2017 (હાર)
219/6 - મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી, 2021 (જીત)