IPL : સુરતની મોડેલના આપઘાત કેસમાં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનરને પોલીસનું તેડું
અભિષેક શર્માએ IPLની 47 મેચમાં 893 રન બનાવ્યા છે
Image:Twitter |
Surat Police Summoned Abhishek Sharma : સોમવારના રોજ જાણીતી મોડલ તાનિયા સિંહના આપઘાતના સમાચાર સામે હતા. સુરતના વેસુ રોડ પર આવેલા હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં તાનિયાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તાનિયા સિંહ આપઘાત કેસમાં સુરત પોલીસે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર અને પંજાબના ડોમેસ્ટિક ક્રિકેટર અભિષેક શર્માને સમન્સ મોકલ્યું છે.
અભિષેક શર્માને સુરત પોલીસે સમન્સ મોકલ્યું
સુરત પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી કે તાનિયાનો સંપર્ક IPL ખેલાડી અભિષેક શર્મા સાથે હતો. જો કે થોડા સમયથી અભિષેક અને તાનિયા વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. પોલીસે અભિષેકને તેની અને તાનિયાની મિત્રતા અંગે પૂછપરછ માટે બોલાવ્યો છે.
તાનિયા સિંહના આપઘાતથી સુરતમાં સનસનાટી
વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે આ અંગે માહિતી આપતા કહ્યું, “કોલ ડિટેઈલ મુજબ તાનિયા અને અભિષેક શર્મા વચ્ચે તાજેતરમાં કોઈ સંપર્ક થયો નથી. જો કે તેમની મિત્રતાના કારણે અભિષેકને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યો છે.” તાનિયા સિંહના આપઘાતની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ મોડલે માત્ર 29 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.