Get The App

IPL 2024 : આજે બે રોયલ ટીમો વચ્ચે થશે ટક્કર, રાજસ્થાન ગત સિઝનની હારનો બદલો લેવા ઉતરશે મેદાનમાં

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
IPL 2024 : આજે બે રોયલ ટીમો વચ્ચે થશે ટક્કર, રાજસ્થાન ગત સિઝનની હારનો બદલો લેવા ઉતરશે મેદાનમાં 1 - image


RR vs RCB : IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 19મી મેચ રમાશે. બંને વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે, જ્યારે RCBએ 4 મેચ રમી છે અને માત્ર 1 જીત મેળવી છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો આ મુકાબલો ઘણો રોમાંચક બની શકે છે. છેલ્લી વખત બંને ટીમો IPL 2023માં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સામસામે આવી હતી, જેમાં બેંગ્લોરે રાજસ્થાનને માત્ર 59 રનમાં ઓલઆઉટ કર્યું હતું અને 112 રનથી જીત મેળવી હતી. આજે રાજસ્થાન તે હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

હેડ ટુ હેડ

IPLના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે. RCBએ આમાંથી 15 મેચ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જ્યારે આ RRને 12 જીત મળી છે. બંને વચ્ચે રમાયેલી ત્રણ મેચના પરિણામ જાહેર થયા નથી. છેલ્લી 5 મેચોમાં RCBએ ત્રણ વખત RRને હરાવ્યું છે. ગત સિઝનમાં RCB બંને વખત રાજસ્થાનને હરાવવામાં સફળ રહ્યું હતું.

બેટરોને વધુ મદદ મળી શકે જયપુરમાં

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ છે. T20 ક્રિકેટમાં અહીં બેટરોનું વર્ચસ્વ જોવા મળે છે. જો કે અહીં બોલરોને પણ થોડી મદદ મળે છે, પરંતુ બેટરોનો દબદબો રહે છે. રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધીમાં અહીં બે મેચ રમી છે, જેમાં તેણે જીત મેળવી છે. બંને હાઈ સ્કોરિંગ મેચો રહી છે. આવી સ્થિતિમાં આજે પણ બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

આ ખેલાડીઓ થઇ શકે બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ હાર બાદ હવે RCBનો વિકેટકીપર બેટર અનુજ રાવત, મિડલ ઓર્ડર બેટર રજત પાટીદાર અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને બહારનો રસ્તો બતાવી શકાય છે. આજે સ્ટાર ફાસ્ટ બોલર રીસ ટોપલી પણ પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છે. RCBની બેન્ચ પર ઘણા મેચ વિજેતા ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં ટીમમાં આજે ઘણા ફેરફાર થઈ શકે છે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

રાજસ્થાન રોયલ્સ

સંજુ સેમસન (C/wkt), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, નાન્દ્રે બર્ગર, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફાફ ડુ પ્લેસિસ (C), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (wkt), વિજય કુમાર વૈશાખ, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ

IPL 2024 : આજે બે રોયલ ટીમો વચ્ચે થશે ટક્કર, રાજસ્થાન ગત સિઝનની હારનો બદલો લેવા ઉતરશે મેદાનમાં 2 - image


Google NewsGoogle News