IPL 2024 : રાજસ્થાન રોયલ્સે જીત સાથે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી, RCBને 4 વિકેટથી હરાવ્યું

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
IPL 2024 : રાજસ્થાન રોયલ્સે જીત સાથે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી, RCBને 4 વિકેટથી હરાવ્યું 1 - image


IPL 2024 Qualifier 2 RCB vs RR Match  : અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે(22 મે) ક્વોલિફાયર-2 મેચમાં ફાફ ડુ પ્લેસીસની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સંજુ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાયો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 4 વિકેટથી હરાવ્યું છે. સંજૂ સેમસનની કપ્તાની વાળી ટીમ રાજસ્થાન આ જીતની સાથે બીજા ક્વાલિફાયરમાં પહોંચી ગઈ છે. હવે રાજસ્થાનની 24 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એલિમેટરમાં પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન સાથે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર જીત હાંસલ કરી લીધી. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે કોહલીએ 24 બોલમાં 33 રન બનાવ્યા. મહિપાલ લોમરોરે 17 બોલમાં 32 રન બનાવ્યા. તો રજત પાટીદારે 22 બોલમાં 34 રન બનાવ્યા. આ સિવાય દિનેશ કાર્તિકે 11 રન, સ્વપ્નિલ સિંહે 9 રન, કર્ણ શર્માએ 5 રન અને ગ્લેન મેક્સવેલ શૂન્ય પર આઉટ થયા.

તો રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જાયસવાલે 30 બોલમાં 45 રન, રિયાન પરાગે 26 બોલમાં 36 રન, શિમરોન હેટમાયરે 14 બોલમાં 26 રન, કૌડમોરે 15 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ સિવાય સંજૂ સેમસને 17 રન, રોવમેન પોવેલે 16 રન અને ધ્રુવ જુરેલે 8 રન બનાવ્યા હતા.

IPL 2024 : રાજસ્થાન રોયલ્સે જીત સાથે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી, RCBને 4 વિકેટથી હરાવ્યું 2 - image

MATCH UPDATES

RRની છઠ્ઠી વિકેટ પડી : હેટમાયર આઉટ

હેટમાયર 14 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનનો સ્કોર ઓવરમાં 160 રનને પાર થયો છે.

RRની પાંચમી વિકેટ પડી : રિયાન પરાગ આઉટ

રિયાન પરાગ 26 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનનો સ્કોર 5 વિકેટ પર 17.2 ઓવરમાં 157 થયો છે. રોવમેન પોવેલ અને હેટમાયર ક્રિઝ પર છે. 

RRનો સ્કોર 150ને પાર

રાજસ્થાનનો સ્કોર 17.1 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 155 રનને પાર થયો છે. પરાગ અને હેટમાયર ક્રિઝ પર છે. બંને જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે.

RRની ચોથી વિકેટ પડી : ધ્રુવ જુરેલ આઉટ

ધ્રુવ જુરેલ 8 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનનો સ્કોર 110 રનને પાર થયો છે.

RRનો સ્કોર 100ને પાર

રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા છે. હવે 47 બોલમાં 70 રનનો ટાર્ગેટ છે.

RRની ત્રીજી વિકેટ પડી : સંજૂ સેમસન આઉટ

સંજૂ સેમસન 13 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનનો સ્કોર 10 ઓવરમાં 86 રન પર પહોંચ્યો છે.

RRની બીજી વિકેટ પડી : જાયસવાલ આઉટ

યશસ્વી જાયસવાલ 30 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનનો સ્કોર 80 રનને પાર થયો છે.

RRની પહેલી વિકેટ પડી : કૈડમોર આઉટ

RRને પહેલો ઝટકો લાગ્યો છે. કૈડમોર 15 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો છે. હાલ સંજૂ સેમસન અને યશસ્વી ક્રિઝ પર છે. રાજસ્થાનનો સ્કોર 5.5 ઓવરમાં 40 રનને પાર થયો છે.

રાજસ્થાન માટે યશસ્વીનું સારું પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જાયસવાલ સારી બેટિંગ કરી રહ્યા છે. તેમણે યશ દયાલની ઓવરમાં ચાર ચોગ્ગા લગાવ્યા. ઓપનર યશસ્વી અને કૈડમોર ક્રિઝ પર છે. 3.3 ઓવરમાં સ્કોર 30 રનને પાર થયો છે.

બેંગલુરૂએ રાજસ્થાનને આપ્યો 173 રનનો ટાર્ગેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 172 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સને 173 રનનો ટાર્ગેટ મળ્યો છે.

RCBની આઠમી વિકેટ પડી : કર્ણ શર્મા છેલ્લા બોલ પર આઉટ

RCBની આઠમો ઝટકો લાગ્યો છે. કર્ણ શર્મા 4 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો છે.

RCBની સાતમી વિકેટ પડી :  લોમરોર આઉટ

RCBની સાતમો ઝટકો લાગ્યો છે. લોમરોર 17 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો છે.

RCBની છઠ્ઠી વિકેટ પડી : કાર્તિક આઉટ

RCBને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. દિનેશ કાર્તિક 11 રન બનાવીને આઉટ થયો છે. આવેશ ખાને તેમને પેવેલિયન મોકલ્યો છે.

RCBની પાંચમી વિકેટ પડી : પાટીદાર 34 રન બનાવીને આઉટ

RCBને પાંચમો ઝટકો લાગ્યો છે. રજત પાટીદાર એક મહત્વની ઈનિંગ રમીને આઉટ થયા. તેમણે 22 બોલમાં 34 રન બનાવ્યા. પાટીદાર આવેશ ખાનના બોલ પર આઉટ થયો. 

RCBની ચોથી વિકેટ પડી : ગ્લેન મેક્સવેલ શૂન્ય પર આઉટ

RCBની ચોથી વિકેટ પડી. ગ્લેન મેક્સવેલ શૂન્ય પર આઉટ થયો. તેમને અશ્વિનને આઉટ કર્યો. RCBનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થતો નજરે પડી રહ્યો છે. ટીમે 13 ઓવરમાં 4 વિકેટના નુકસાને 97 રન બનાવ્યા. રજત પાટીદાર અને મહિપાલ લોમરોર હાલ ક્રિઝ પર છે.

RCBની ત્રીજી વિકેટ પડી : કોહલી બાદ કૈમરન ગ્રીન આઉટ

RCBની ત્રીજી વિકેટ પડી. કૈમરૂન ગ્રીન 21 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો. તેમણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો. ગ્રીન અશ્વિનના બોલ પર આઉટ થયો.

IPLમાં વિરાટ કોહલીનાં સૌથી વધારે 8000 રન પૂરા કર્યા

ક્વોલિફાયર 2માં RCBને બીજો ઝટકો વિરાટ કોહલીનાં સ્વરૂપમાં લાગ્યો હતો. કોહલીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને આક્રમક બેટિંગ કરી હતી. પરંતુ યુઝવેન્દ્ર ચહલ બોલિંગમાં આવતા જ કોહલી છગ્ગો મારવાનાં પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આપી બેઠો હતો. કોહલીએ 33 રન બનાવ્યા હતા પરંતુ આ સાથે કોહલીએ IPLમાં પોતાનાં 8000 રન પૂરા કર્યા હતા. IPLમાં 8000 રન બનાવનાર કોહલી પ્રથમ ખેલાડી બન્યો હતો.

RCBની બીજી વિકેટ પડી : ચહલે કોહલીને કર્યો આઉટ, ફેન્સના દીલ તૂટ્યા

રાજસ્થાને યુજવેન્દ્ર ચહલને આઠમી ઓવર સોંપી. તેમણે આવતા જ મોટો શિકાર કર્યો. ચહલે વિરાટ કોહલીને આઉટ કર્યો. કોહલી 24 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો. તેમણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યા

RCBની પહેલી વિકેટ પડી : પોવેલે ચિત્તાની જેમ કેચ ઝડપ્યો

રોયલ ચેલેન્જર્સને પહેલો ઝટકો આપતા ટ્રેન્ટ બોલ્ટે કેપ્ટન ફાફ ડુ પ્લેસીસની વિકેટ ઝડપી હતી. 5મી ઓવરનાં ચોથા બોલ પર ફાફ ડુ પ્લેસીસે બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઉન્ડ્રી પર ઉભેલા રોવમેન પોવેલે ચિત્તાની માફક આગળ આવીને કેચ ઝડપી લીધો હતો. અને આ સાથે RCBને પહેલો ઝટકો લાગ્યો હતો. (44-1 / 5.4 ઓવર)

રાજસ્થાન રોયલ્સની સારી શરૂઆત

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યુઝીલેન્ડનાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલરને આ નિર્ણય જાણે ગમ્યો હોય એમ એણે પ્રથમ ઓવરમાં જ અટેક કરવાનું શરૂ કરી દીધું હતું. બોલ્ટે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 2 જ રન આપ્યા હતા.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો

આજના ક્લોલિફાયર-2 મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી છે.

પ્લેઇંગ ઇલેવન: 

રાજસ્થાન રોયલ્સ (RR) : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (c/wk), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) : ફાફડુ પ્લેસિસ (c), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (wk), કર્ણ શર્મા, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ.


Google NewsGoogle News