IPL 2024 : રોહિત શર્માની તસવીરથી મુંબઈનું ટેન્શન વધ્યું! KKRમાં જોડાવાની ચર્ચા વધુ તેજ બની
Image Source: Twitter
Rohit Sharma: મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે અનેક પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. અનેક અટકળોનું બજાર ગરમાયુ છે. એવી અટકળોએ જોર પકડ્યુ છે કે, હિટમેન આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સમાં સામેલ થઈ શકે છે. છેલ્લા કેટલાક કલાકોમાં એક બાદ એક એવા ઘણા સંકેતો મળી રહ્યા છે જેમાં રોહિત અને KKR ફ્રેન્ચાઈઝી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ગઈકાલે KKRના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વાયરલ થતાં જ ડિલીટ પણ કરી દેવામાં આવ્યો હતો. આ નાની ક્લીપમાંરોહિત શર્મા અને KKRના કોચિંગ સ્ટાફના સીનિયર મેમ્બર અભિષેક નાયર વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પ અંગે વાતચીત થઈ રહી હતી. તેના થોડા કલાકો પછી ઈડન ગાર્ડન્સમાં વરસાદના કારણે વિલંબ વચ્ચે રોહિત શર્મા KKR ડ્રેસિંગ રૂમમાં બેઠેલો નજર આવી રહ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર નવો હોબાળો મચી ગયો છે.
શનિવારે રાત્રે કોલકાતા અને મુંબઈ વચ્ચેની IPL 2024ની મેચ એક કલાક કરતા પણ વધુ મોડી શરૂ થઈ હતી. કોલકાતામાં સતત વરસાદ વચ્ચે ચાહકો મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઓફિશિયલ બ્રોડકાસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો સિનેમાએ રોહિતની KKRના ડ્રેસિંગ રૂમમાં હાજરીના લાઈવ વિઝ્યુઅલ દેખાડી દીધા હતા. જેમાં રોહિત શર્મા કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરતો નજર આવ્યો. દેમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ ભરત અરુણ ઉપરાંત કેએસ ભરત અને મનીષ પાંડે જેવા ખેલાડી પણ સામેલ હતા.
આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા જે વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો તેમાં હિટમેન એવું કહી રહ્યો હતો કે, એક-એક વસ્તુ બદલાઈ રહી છે. તે તેના ઉપર મને શું ફરક પડે. જે પણ છે તે મારું ઘર છે, મંદિર છે જેને મેં બનાવ્યું છે. ભાઈ મારે શું, મારી તો આ લાસ્ટ છે. જોકે, વીડિયોમાં અવાજ સ્પષ્ટ નથી તેથી કેટલીક બાબતો સમજી નથી શકાતી. હંગામો જોઈને KKRએ થોડા જ આ સમયમાં વીડિયો ડિલીટ કરવો પડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા યુઝર્સે તેને ડાઉનલોડ કરી લીધો હતો અને હવે ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે, શું રોહિત આગામી સિઝનમાં KKRમાં જશે? યુઝર્સે અનેક પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર અને KKRના બોલિંગ કોચ રહી ચૂકેલા વસીમ અકરમ ઇચ્છે છે કે રોહિત શર્મા આગામી વર્ષે કોલકાતા ફ્રેન્ચાઈઝીમાં શામેલ થાય, કારણ કે IPL 2025ની સીઝન પહેલા એક મેગા ઓક્શન થવાનું છે. વસીમ અકરમે કહ્યું કે, મને લાગે છે કે તે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાં નહીં હોય. મને તેને KKRમાં જોવાનું પસંદ કરીશ.