IPL 2024 : રોહિત શર્માને લઈને ઈરફાન પઠાણે કરી દીધો મોટો દાવો, ધોની ફેન્સ ચોંક્યા, જાણો શું કહ્યું
એમએસ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે
Image:Twitter |
Rohit Sharma's Stature Mumbai Indians : રોહિત શર્માને IPL 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન પદથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવી દીધો છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સને 5 IPL ટ્રોફી જીતાડી છે તેમ છતાં રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટનશીપ આપવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો ફ્રેન્ચાઈઝીથી ખુબ નારાજ છે. રોહિત શર્માને કેપ્ટનના પદથી હટાવ્યા બાદ પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માના પદ વિશે વાત કરી હતી.
'CSKમાં જે પદ ધોનીનું છે તે જ પદ MIમાં રોહિતનું છે'
ઇરફાન પઠાણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ચેન્નઈ સુપર કિંગ્સમાં જે પદ એમએસ ધોનીનું છે તે જ પદ મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માનું છે. પૂર્વ ભારતીય ખેલાડી ઇરફાન પઠાણે કહ્યું, 'ટીમમાં રોહિત શર્માનું સ્થાન ઘણું મોટું છે. મારા માટે રોહિત શર્માની મુંબઈમાં એ જ જગ્યા છે જે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સમાં છે. રોહિતે કેપ્ટન તરીકે ખુબ મહેનતથી ટીમનું નિર્માણ કર્યું છે. તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે. તે હંમેશા ટીમ મીટિંગમાં હોય છે.'
હાર્દિક માટે મુશ્કેલ પડકાર
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું, 'રોહિત એક શાનદાર કેપ્ટન છે. તે બોલર્સનો કેપ્ટન છે. ગયા વર્ષે જોફ્રા આર્ચરનું ખરાબ ફોર્મ અને બુમરાહની ગેરહાજરીમાં પણ રોહિત માટે કેપ્ટન તરીકે સારી IPL સિઝન રહી હતી.' પઠાણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઈને કહ્યું, ' જયારે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માએ ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી છે તો હાર્દિક માટે તે મુશ્કેલ પડકાર હશે. હાર્દિક માટે તે આસાન નહીં હોય.'