સેહવાગ-ધવન જેવા ખેલાડીઓ DC માટે જે ન કરી શક્યા તે પંત કરશે, આજે ફટકારશે અનોખી સદી
Image:IANS |
Rishabh Pant : IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાનાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. પંજાબ કિંગ્સ સામે હાર સાથે IPL 2024 સિઝનની શરૂઆત કરનાર રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની નજર રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જીત પર રહેશે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત ઈતિહાસ રચશે. તે દિલ્હી કેપિટલ્સ માટે આજે પોતાની 100મી મેચ રમશે. પંત પહેલા લેગ સ્પિનર અમિત મિશ્રા DC માટે 103 મેચ રમી ચૂક્યો છે.
વર્ષ 2021માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો
પંતને વર્ષ 2021માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે સમયે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. પંત વર્ષ 2016માં દિલ્હી ટીમ સાથે જોડાયો હતો. ત્યાર બાદ તેણે કુલ 99 મેચ રમી છે અને 2856 રન બનાવ્યા છે. તેણે પોતાની ટીમ માટે એક સદી અને 15 ફિફ્ટી પણ ફટકારી છે. આ દરમિયાન પંતે 129 છગ્ગા અને 262 ચોગ્ગા પણ ફટકાર્યા છે. વિકેટકીપિંગમાં પણ રિષભનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તેણે 65 કેચ લેવા ઉપરાંત 19 સ્ટમ્પિંગ પણ કર્યા છે.
DC માટે સૌથી વધુ મેચ રમાનાર ખેલાડીઓ
અમિત મિશ્રા - 103
રિષભ પંત - 99
શ્રેયસ અય્યર - 87
વીરેન્દ્ર સેહવાગ - 86
ડેવિડ વોર્નર - 84
પૃથ્વી શો - 71
અક્ષર પટેલ - 69
શિખર ધવન - 63
શાહબાઝ નદીમ - 61
દિનેશ કાર્તિક - 60