IPL 2024 Retention : ધોની રમશે આગામી IPL, ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને ન કર્યો રિલીઝ, KKRએ 12 ખેલાડીઓને કર્યા રિલીઝ
ICC વનડે વર્લ્ડ કપ 2023 પૂર્ણ થઈ ગયો છે. 19 નવેમ્બરે થયેલી ફાઈનલમાં ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. હવે ભારતીય ક્રિકેટ ફેન્સ આ હારને ભૂલીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની રાહ જોઈ રહ્યા છે.
આ આઈપીએલ સીઝનને લઈને હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થઈ શકે છે. પરંતુ આ પહેલા ટ્રાન્સફર વિંડો ખુલી, જેની છેલ્લી તારીખ આજે (26 નવેમ્બર) પૂર્ણ થઈ ગઈ છે. આ છેલ્લી તારીખ પહેલા જ તમામ 10 ટીમોએ પોતાના રિલીઝ અને રીટેન ખેલાડીઓની યાદી પણ સોંપવાની હતી.
જેને લઈને હવે અપડેટ આવવાના શરૂ થઈ ગયા છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના રિટેન અને રિલીઝ પ્લેયર્સની યાદી સોંપી દીધી છે. તેમણે બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, અંબતિ રાયડૂ, સિસાંડા મગાલા, કાઇલ જોમિસન, ભગત વર્મા, સેનાપતિ અને આકાશ સિંહને રિલીઝ કરી દીધા છે. ત્યારે વધુ એક અપડેટ આવી રહી છે કે, ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને રિલીઝ નથી કર્યો.
પંજાબે 5 અને રાજસ્થાને 9 પ્લેયરને કર્યા રિલીઝ
શિખર ધવનની કપ્તાની વાળી પંજાબ કિંગ્સે પોતાના 5 પ્લેયર્સને રિલીઝ કરી દીધા છે. આ પ્લેયર ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ઢાંડા, રાજ અંગદ બાવા અને શાહરુખ ખાન છે. પંજાબ ટીમે આ તમામને ટીમથી બહાર કરી દીધા છે.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પણ પોતાના 9 પ્લેયર્સને રિલીઝ કર્યા છે. આ ખેલાડી જે રૂટ, અબ્દુલ બાસિત, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેડ મેકોય, મુરુગન અશ્વિન, કેસી કરિયપ્પા અને કેએમ આસિફ છે. જેમાં રૂટ, હોલ્ડર અને મેકોય વિદેશી પ્લેયર છે.
KKRએ 12 ખેલાડીઓને કર્યા ટીમથી બહાર
કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં વિદેશી પ્લેયર શાકિબ અલ હસન, લિટન દાસ, ડેવિડ વીસ, જોનસન ચાર્લ્સ, લોકી ફર્ગ્યૂસન અને ટીમ સાઉદી છે. આ સિવાય ભારતીય પ્યેલર્સમાં આર્યા દેસાઈ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ છે.
લખનઉંએ આ ખેલાડીઓને કર્યા રિલીઝ
લખનઉં સુપર જાયન્ટ્સે જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વ્હોરા, સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા, અર્પિત ગુલેરિયા, સૂર્યાંશ શેડગે અને કરુણ નાયરને રિલીઝ કર્યા છે.
હૈદરાબાદે 6 ખેલાડીઓને કર્યા રિલીઝ
સનરાઈઝ્સ હૈદરાબાદે હૈરી બ્રૂક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરાંત શર્મા, અકીલ હોસેન અને આદિલ રશીદને રિલીઝ કર્યા છે.
દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીઓને કર્યા રિલીઝ
રિલે રોસોઉ, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલિપ સાલ્ટ, મુસ્તાફિઝુર રહેમાન, ચેતન સાકરીયા, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, રીપલ પટેલ, અમન ખાન અને પ્રિયમ ગર્ગને રિલીઝ કર્યા છે.
રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે-
ચેન્નઈ ટીમઃ એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરકર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, તુષાર દેશપાંડે, મતિશા પાથિરાના, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહિષ થેક્ષાના, અજિંક્ય સિંધી, એન શેખ રાણા, એન. , અજય મંડલ
કોલકાતા ટીમ: નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રોય, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
પંજાબ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, હરપ્રીત ભાટિયા, અથર્વ તાઈડે, ઋષિ ધવન, સેમ કુરન, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, ગુરનૂર સિંહ બ્રાર, શિવમ સિંહ, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, વિદાવથ કાવેરપ્પા, કાગિસો રબાડા અને નાથન એલિસ.
રાજસ્થાન ટીમ: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રેયાન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા અને અવેશ ખાન
હૈદરાબાદ ટીમઃ વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, સનવીર સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, અબ્દુલ સમદ, અનમોલપ્રીત સિંહ, એડન માર્કરામ, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, મયંક માર્કંડે, ભાવનેશ્ર્વર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, ટી નૈતિન, હેનવીન. ક્લાસેન, ઉપેન્દ્રસિંહ યાદવ.