IPL 2024: CSK સામેની પહેલી જ મેચમાં 6 રન બનાવતા જ ઈતિહાસ રચશે વિરાટ કોહલી, બનશે મોટો રેકૉર્ડ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
IPL 2024: CSK સામેની પહેલી જ મેચમાં 6 રન બનાવતા જ ઈતિહાસ રચશે વિરાટ કોહલી, બનશે મોટો રેકૉર્ડ 1 - image

નવી મુંબઇ,તા. 27 માર્ચ 2024, શુક્રવાર

IPL 2024 સીઝન આજથી એટલે કે, 22 માર્ચથી શરૂ થઈ રહી છે. IPL 2024 ની શરૂઆતની મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં RCBના બેટ્સમેન વિરાટ કોહલી એક શાનદાર રેકોર્ડ બનાવી શકે છે જે આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન બનાવી શક્યો નથી. ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી T20 ક્રિકેટમાં ઈતિહાસ રચવાની તૈયારીમાં છે.

જો વિરાટ કોહલી આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની IPL મેચમાં 6 રન બનાવશે, તો તે સમગ્ર T20 ક્રિકેટમાં 12,000 રન પૂરા કરનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની જશે.આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન આ રેકોર્ડ બનાવી શક્યો નથી. 6 રન બનાવીને વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 12000 કે તેથી વધુ રન બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બની જશે.

વિરાટ કોહલીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, ક્રિકેટરે અત્યાર સુધી 376 T20 મેચમાં 41.21ની એવરેજથી 11994 રન બનાવ્યા છે.

એકંદર T20 ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નરે 12000 કે તેથી વધુ રન ફટકારીને કમાલ કરી છે. 

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન

1. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 463 મેચમાં 14562 રન

2. શોએબ મલિક (પાકિસ્તાન) – 542 મેચમાં 13360 રન

3. કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) - 660 મેચમાં 12900 રન

4. એલેક્સ હેલ્સ (ઈંગ્લેન્ડ) – 449 મેચમાં 12319 રન

5. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 370 મેચમાં 12065 રન

6. વિરાટ કોહલી (ભારત) - 376 મેચમાં 11994 રન

CSK સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડવાની તક

જો વિરાટ કોહલી આ મેચમાં વધુ 73 રન બનાવશે તો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ IPL રનનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 31 IPL મેચમાં 985 રન બનાવ્યા છે. હાલમાં IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનના નામે છે. 

શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 29 IPL મેચમાં 1057 રન બનાવ્યા છે. વિરાટ કોહલીને શિખર ધવનનો રેકોર્ડ તોડવા માટે માત્ર 73 રનની જરૂર છે. વિરાટ કોહલી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 15 રન બનાવતાની સાથે જ IPLના 1000 રન પૂરા કરશે.

CSK સામે સૌથી વધુ IPL રન

 

શિખર ધવન (ભારત)

 

1057 રન

વિરાટ કોહલી (ભારત)

 

985 રન

રોહિત શર્મા (ભારત)

 

791 રન

દિનેશ કાર્તિક (ભારત)

 

675 રન

ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)

 

644 રન



Google NewsGoogle News