'મેરા હુકુમ હે રૂમ આઓ જલ્દી...', રિવાબાની પોસ્ટ પર રવિન્દ્ર જાડેજાની કોમેન્ટ વાયરલ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
'મેરા હુકુમ હે રૂમ આઓ જલ્દી...', રિવાબાની પોસ્ટ પર રવિન્દ્ર જાડેજાની કોમેન્ટ વાયરલ 1 - image


Ravindra Jadeja News : રવિન્દ્ર જાડેજા ગત કેટલીક સીઝનથી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના મુખ્ય સભ્ય રહ્યા છે. 2023માં જાડેજાએ જ છેલ્લા બોલ પર ચોગ્ગો લગાવીને ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યું હતું અને મહેન્દ્રસિંહ ધોનીને ગળે લગાવ્યા હતા. ચેન્નઈના નવા કેપ્ટન ઋતુરાજ ગાયયકવાડે પોતાની ટીમને છઠ્ઠી વખત ચેમ્પિયન બનાવવા માટે ધોનીની સાથો સાથ જાડેજા પર પણ નિર્ભર રહેવું પડશે. જાડેજાને 2022માં ચેન્નઈના કેપ્ટન પણ બનાવાયા હતા, પરંતુ તેમણે આઠ મેચ બાદ પદ છોડી દીધું હતું અને એમએસ ધોનીને ફરીથી કેપ્ટનશીપ આપી હતી. ચેન્નઈની આઈપીએલ 2024ની પહેલી મેચમાં જાડેજાએ મહત્વપૂર્ણ 25* રન બનાવ્યા અને પોતાની ચાર ઓવરોમાં માત્ર 21 રન આપ્યા.

હાલમાં પત્ની રિવાબાની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર કરેલી જાડેજાની કોમેન્ટ વાયરલ થઈ રહી છે. રિવાબાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેના બેક ગ્રાઉન્ડમાં જાડેજાનો ફોટો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ પર જાડેજાએ કોમેન્ટ કરતા લખ્યું કે, 'મારો હુકુમ છે કે રૂમ આવો જલ્દી'. રિવાબાએ એક ટી-શર્ટ પહેર્યું હતું જેના પર 'હુકુમ' લખ્યું હતું. ફેન્સ જાડેજાની કોમેન્ટ અને રિવાબાની તસવીરને ખુબ પસંદ કરી રહ્યા છે. રિવાબા આઈપીએલમાં ચેન્નઈની મેચ જોવા માટે પહોંચ્યા છે. ગત વર્ષ ચેન્નઈના ચેમ્પિયન બનવા પર રિવાબા રવિન્દ્ર જાડેજાના પગે લાગ્યા હતા. જણાવી દઈએ કે, રિવાબા જામનગરના ધારાસભ્ય છે.

આજની મેચમાં (26 માર્ચ) ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પહેલા બેટિંગ કરશે.


Google NewsGoogle News