IPL શરુ થાય તે પહેલા જ યશસ્વી જયસ્વાલનું હોમ ગ્રાઉન્ડ સીલ, જાણો કારણ
IPL 2024ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે
IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તેની પ્રથમ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે
Image:File Photo |
Rajasthan Royals : યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. IPL 2024માં જયસ્વાલ પાસેથી તેની ટીમ રાજસ્થાન રોયલ્સ આવા જ પ્રદર્શનની આશા રાખશે. IPL 2024ના પ્રથમ તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. રાજસ્થાન રોયલ્સનો પ્રથમ મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. આ મેચ 24 માર્ચે જયપુરમાં રમાશે. પરંતુ આ પહેલા યશસ્વી જયસ્વાલની ટીમ રાજસ્થાન રોયલ્સના હોમ ગ્રાઉન્ડ સવાઈ માન સિંહ સ્ટેડિયમને સીલ કરી દેવામાં આવ્યું છે.
રાજ્ય ક્રિકેટ સંગઠન પર કરોડો રૂપિયાનું દેવું
IPL 2024 પહેલા સવાઈ માન સિંહ સ્ટેડિયમને સીલ કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે આ પગલું ભર્યું છે. મળેલા અહેવાલો મુજબ રાજ્ય ક્રિકેટ સંગઠન પર કરોડો રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત તેઓ તેમની જવાબદારીઓ પૂર્ણ કરતા નથી. સ્ટેડિયમની સાથે રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ અને એકેડમીને પણ સીલ કરી દેવામાં આવી છે. જો કે તેનાથી IPL પર કોઈ અસર નહીં થાય. રાજસ્થાન રોયલ્સની તમામ મેચો અહીં રમાશે.
લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ મેચ
રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સાથે છે. આ મેચ 24 માર્ચે જયપુરમાં રમાશે. આ પછી અહીં 28 માર્ચે મેચ રમાશે. આ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાશે. રાજસ્થાન રોયલ્સની ત્રીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ મેચ 1 એપ્રિલે મુંબઈમાં રમાશે. 6 માર્ચે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરમાં મેચ રમાશે.