હાર્દિક પંડ્યાની ટ્રોલિંગ જોઈ દુ:ખી થયો અશ્વિન, કહ્યું- બીજા કોઈ દેશમાં આવું જોયું છે?

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડ્યાની ટ્રોલિંગ જોઈ દુ:ખી થયો અશ્વિન, કહ્યું- બીજા કોઈ દેશમાં આવું જોયું છે? 1 - image
Image:IANS

Ravichandran Ashwin On Hardik Pandya Hooting : IPL 2024માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચ દરમિયાન હાર્દિકને મેદાનમાં દર્શકો દ્વારા હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. MIએ 17મી સિઝન પહેલા હાર્દિકને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. ઘણા MI ચાહકો હાર્દિકને સત્તા સોંપવાથી નાખુશ છે. હાર્દિકે બે સિઝન માટે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી હતી, પરંતુ MIની કમાન મળ્યા બાદ તે ચાહકોના નિશાના પર આવી ગયો છે. હવે ભારતનો દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન હાર્દિકના સમર્થનમાં આગળ આવ્યો છે. તેણે ગેરવર્તન બદલ ચાહકોને ફટકાર લગાવી છે.

“શું તમે અન્ય કોઈ દેશમાં આવું થતું જોયું છે?”

અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “શું તમે અન્ય કોઈ દેશમાં આવું થતું જોયું છે? શું તમે જો રૂટ અને ઝેક ક્રોલીના ચાહકોને લડતા જોયા છે? અથવા તમે જો રૂટ અને જોસ બટલરના ચાહકોને લડતા જોયા છે? આ ગાંડપણ છે. શું તમે ઓસ્ટ્રેલિયામાં સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સના ચાહકોને લડતા જોયા છે? મેં ઘણી વાર કહ્યું છે. આ ક્રિકેટ છે. આ એક સિનેમા કલ્ચર છે. હું જાણું છું કે માર્કેટિંગ, પોઝિશનિંગ અને બ્રાન્ડિંગ જેવી વસ્તુઓ છે. હું તેનો ઇનકાર કરતો નથી. હું મારા તરફથી આ બધામાં વિશ્વાસ નથી રાખતો પરંતુ તેમાં સામેલ થવું પણ ખોટું નથી.”

“યાદ રાખવું જોઈએ કે આ ખેલાડીઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે”

અશ્વિને આગળ કહ્યું, "ફેન્સ વોરને ક્યારેય આ બેકાર માર્ગ પર ન જવું જોઈએ. યાદ રાખવું જોઈએ કે આ ખેલાડીઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે - આપણા દેશનું. તો પછી ક્રિકેટરને ટાર્ગેટ કરવાનું શું વ્યાજબી છે? મને એ સમજાતું નથી કે જો તમને કોઈ ખેલાડી પસંદ ન હોય અને કોઈ ખેલાડી પર નિશાન સાધે છે તો કોઈ ટીમે શા માટે સ્પષ્ટતા આપવી જોઈએ? અમે એવું વર્તન કરીએ છીએ કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. સૌરવ ગાંગુલી સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળ રમ્યા અને તેનાથી વિપરીત થયું. આ બંને રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં રમી ચૂક્યા છે. આ ત્રણેય અનિલ કુંબલેના નેતૃત્વમાં રમ્યા છે અને તે બધા ધોનીના નેતૃત્વમાં રમ્યા છે. જ્યારે તેઓ ધોનીના નેતૃત્વમાં રમતા ત્યારે ત્રણેય દિગ્ગજ હતા. ધોની પણ વિરાટના નેતૃત્વમાં રમ્યો છે.”

અશ્વિને એકજુટ રહેવાની સલાહ આપી ચાહકોને

અશ્વિને ચાહકોને એકજુટ રહેવાની અને રમતનો આનંદ લેવાની સલાહ આપતા કહ્યું, "તમારો જે મનપસંદ ખેલાડી છે, તેની રમતનો આનંદ લો, પરંતુ તે આનંદ કોઈ બીજાના અપમાનના ભોગે ના હોવો જોઈએ. આ એવી વસ્તુ છે જે મને આપણા દેશમાંથી ગાયબ થતા જોવાનું ગમશે.''

હાર્દિક પંડ્યાની ટ્રોલિંગ જોઈ દુ:ખી થયો અશ્વિન, કહ્યું- બીજા કોઈ દેશમાં આવું જોયું છે? 2 - image


Google NewsGoogle News