Get The App

IPL-2024 : કોલકાતાની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલિફાયર-1માં હૈદરાબાદને હરાવ્યું, વેંકટેશ-શ્રેયસની ફિફ્ટી

હૈદરાબાદનો સ્કોર 19.3 ઓવરમાં 159/10, રાહુલ ત્રિપાઠીના 55, કાલસેનના 32, કમિન્સના 30 રન, કમિન્સ-નટરાજનની 1-1 વિકેટ

કોલકાતાનો સ્કોર 13.4 ઓવરમાં 164/2, વેંકટેશ ઐય્યરના 51, શ્રેયસ ઐય્યરના 58 રન, મિશેલ સ્ટાર્કની ત્રણ વિકેટ

Updated: May 21st, 2024


Google NewsGoogle News
IPL-2024 : કોલકાતાની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલિફાયર-1માં હૈદરાબાદને હરાવ્યું, વેંકટેશ-શ્રેયસની ફિફ્ટી 1 - image


IPL 2024 Qualifier 1 KKR vs SRH Match : આઈપીએલ-2024માં આજ (21 મે)ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ હૈદરાબાદને (24 મે)એ બીજી ક્વોલિફાયર મેચમાં રમવાની તક મળી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ (Ahmedabad Narendra Modi Stadium)માં રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમ 19.3 ઓવરમાં 159 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં કોલકાતાની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 13.4 ઓવરમાં 164 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. કેકેઆર તરફથી વેંકટેશ ઐય્યર અને શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી છે, જ્યારે મિશેલ સ્ટાર્કે દમદાર બોલિંગ કરી હૈદરાબાદને મોટો સ્કોર કરતા અટકાવવામાં મળત્વની સફળતા મેળવી છે.

વેંકટેશ-શ્રેયસની ફિફ્ટી

કોલકાતા તરફથી ઓપનિંગમાં આવેલા રહમાનુલ્લાહ ગુરબાજે 14 બોલમાં બે ફોર અને બે સિક્સ ફટકારી 23 રન ફટકાર્યા હતા, જ્યારે સુનિલ નારાયણે 16 બોલમાં ચાર પોર ફટકારી 21 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ વેંકટેશ ઐય્યરે અને શ્રેયસ ઐય્યરે મેદાનમાં આવતાની સાથે જ ચોગ્ગા-છગ્ગા ફટકારી ચાહકોને ખુશ કરી દીધા હતા. વેંકટેશ ઐય્યરે 28 બોલમાં ચાર સિક્સ અને પાંચ ફોર ફટકારી અણનમ 51 રન, જ્યારે શ્રેયસે 24 બોલમાં ચાર સિક્સ અને પાંચ ફોર સાથે અણનમ 58 રન નોંધાવ્યા હતા.

કોલકાતાના તમામ બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન

આજની મેચમાં કોલકાતાના તમામ બોલરોની ધારદાર બોલિંગ સામે હૈદરાબાદની ટીમ લાચાર બની હતી. એસઆરએચ તરફથી સૌથી વધુ મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપી છે, તો હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ ફિફ્ટી ફટકારી ટીમને શરમજનક સ્થિતિમાંથી ઉગાર્યું છે. આ પહેલા હૈદરાબાદના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જે ટીમ આજની મેચ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને એક તક મળશે અને ક્વોલિફાયર-2 રમવાની રહેશે.

મહત્વની મેચમાં હૈદરાબાદની આખી ટીમનું નિષ્ફળ પ્રદર્શન

આજે હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે રાહુલ ત્રિપાઠી સિવાય કોઈપણ બેટર કે બેટ્સમેન મહત્વનું યોગદાન આપી શક્યો ન હતો. ટીમ તરફથી એક માત્ર રાહુલે 35 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. જ્યારે પેટ કમિન્સે 30 રન, હેનરીક કાલસેને 32 અને અબ્દુલ સામેદે 16 રન નોંધાવ્યા હતા. બાકીના તમામ બેટરો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. તો બીજીતરફ કોલકાતાના બેટરોએ હૈદરાબાદના બોલરોની ચારેકોર ધોલાઈ કરી હતી. ટીમ તરફથી માત્ર પેટ કમિન્સ અને ટી-નટરાજને એક-એક વિકેટ ખેરવી હતી.

કોલકાતાની ટીમનું ઓલરાઉન્ડર પ્રદર્શન

કોલકાતાની ટીમે પ્રથમ બોલિંગ કરતાની સાથે જ હૈદરાબાદના ખેલાડીઓ પર હાવી બની ગયા હતા. મિશેલ સ્ટાર્કની બોલિંગ સામે હૈદરાબાદના તમામ બેટરો લાચાર જોવા મળ્યા હતા. આજની મેચમાં સ્ટાર્કે ચાર ઓવરમાં 34 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે વરુણ ચક્રવર્તીએ બે, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુનિલ નારાયણ અને આંદ્રે રસેલે 1-1 વિકેટ ઝડપી હતી.

Live Match Update :

પ્રથમ ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદને હરાવી કોલકાતાની ટીમ ફાઈનલમાં... હૈદરાબાદને બીજી ક્વોલિફાયર મેચમાં રમવાની તક

વેંકટેશ ઐય્યરની ફિફ્ટી : કોલકાતાના ત્રીજ ક્રમાંકે આવેલા વેંકટેશ ઐય્યરે વિસ્ફોટક બેટિંગ કરી ફિફ્ટી ફટકારી છે. તેણે 28 બોલમાં પાંચ ફોર અને ચાર સિક્સ ફટકારી 50 રન પુરા કર્યા છે.

કેકેઆરને બીજો ઝટકો : કોલકતાની 67 રને સુનીલ નારાયણના રૂપમાં બીજી વિકેટ પડી છે. સુનીલ 16 બોલમાં ચાર ફોર ફટકારી 21 રને આઉટ થયો છે. આ સાથે ટીમના ઓપનિંગ બેટ્સમેનો પેવેલીયન ભેગા થઈ ગયા છે. પેટ કમિન્સની બોલિંગમાં સુનીલ નારાયણ વિજયકાંતના હાથે કેચ આઉટ થયો છે. હાલ વૈંકટેશ ઐય્યર અને શ્રેયસ ઐય્યર ક્રિઝ પર છે.

કોલકાતાની પહેલી વિકેટ પડી : હૈદરાબાદની ટીમને કોલકતાની 44 રને પ્રથમ વિકેટ પાડવામાં સફળતા મળી છે. ઓપનિગમાં આવતાની સાથે જ ફટકા શરૂ કરનાર રહમાનુલ્લાહ ગુરબાજ 23 રને આઉટ થયો છે. તેણે 14 બોલમાં બે ફોર અને બે સિક્સ ફટકારી છે. ગુરબાજ ટી.નટરાજનની બોલિંગમાં શોર્ટ ફટકારવા જતાં વિજયકાંતના હાથે કેચ આઉટ થયો છે.

કોલકતાની ઈનિંગ શરૂ : રહમાનુલ્લાહ ગુરબાજ અને સુનિલ નારાયણ આવ્યા મેદાનમાં. કોલકતાને જીતવા માટે 20 ઓવરમાં આઠની એવરેજે 160 રનની જરૂર

હૈદરાબાદની ટીમ 19.3 ઓવરમાં 159 રન બનાવી ઓલઆઉટ

હૈદરાબાદ ઓલઆઉટ : મેદાનમાં આવતાની સાથે જ વિસ્ફોટક બેટિંગ કરી રહેલા કેપ્ટન પેટ કમિન્સ આઉટ થતાની સાથે જ હૈદરાબાદની ટીમ ઓલઆઉટ થઈ ગઈ છે. પેટ કમિન્સે 24 બોલમાં બે ફોર અને બે સિક્સ ફટકારી 30 રન ફટકાર્યા છે. કમિન્સ આંદ્રે રસેલની બોલિંગમાં વિકેટકીપર ગુરબાજના હાથે રનઆઉટ થયો છે.

નવમી વિકેટ પડી : વરૂણ ચક્રવર્તીએ ભુવનેશ્વર કુમારને શૂન્ય રને આઉટ કરી પેવેલીયન ભેગો મોકલી દીધો છે. આ સાથે વરૂણે બીજી વિકેટ ખેરવી છે. આમ હૈદરાબાદે 129 રને નવમી વિકેટ ગુમાવી છે.

આઠમી વિકેટ પડી : આવતાની સાથે જ ધમાકેદાર બેટિંગ કરનાર અબ્દુલ શામેદ 12 બોલમાં બે સિક્સ ફટકારી 16 રને આઉટ થયો છે. હરસીત રાણાએ 125 રને શામેદને આઉટ કર્યો છે.

સાતમી વિકેટ પડી : આઠમાં ક્રમાંકે આવેલા સનવીર સિંઘ શૂન્ય રને આઉટ થયો છે. સુનીલ નારાયણની બોલિંગમાં તે પેવેલીયન ભેગો થયો છે.

હૈદરાબાદની મોટી વિકેટ પડી : આવતાની સાથે જ વિસ્ફોટક કરી રહેલા રાહુલ ત્રિપાઠી આઉટ થતા હૈદરાબાદની મુશ્કેલીમાં વધારો થયો છે. આંધ્રે રસેલની બોલિંગમાં વિકેટકીપર રહેમનુલ્લાહ ગુરબાજે રાહુલે રનઆઉટ કર્યો છે. આ સાથે 121 રને છઠ્ઠી વિકેટ ગુમાવી છે.

પાંચમી વિકેટ પડી : સ્ટાર્ક બાદ વરૂણ ચક્રવતીએ ધારદાર બોલિંગ કરતી વિસ્ફોટ બેટિંગ કરી રહેલા હૈનરીક કાલસેનને આઉટ કર્યો છે. કાલસેન 21 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી 32 રને આઉટ થયો છે. આમ ટીમે 101 રને પાંચમી વિકેટ ગુમાવી છે.

રાહુલ ત્રિપાઠીની ફિફ્ટી : હૈદરબાદાની ટીમમાં ત્રીજા ક્રમાંકે આવેલા રાહુલ ત્રિપાઠીએ ટીમને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. તેણે ફિફ્ટી ફટકારતાની સાથે જ ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

હૈદરાબાદની ચોથી વિકેટ પડી : નિતિશના આઉટ થયા બાદ તુરંત શાહબાજ અહેમદ શૂન્ય રને આઉટ થયો છે. મિશેલ સ્ટાર્કની ધમાકેદાર બોલિંગ સામે અહેમદ પેવેલીયન ભેગો થયો છે. આ સાથે સ્ટાર્કે ટોપ બોલરોને આઉટ કરી ત્રણ વિકેટો ખેરવી છે. આમ હૈદરાબાદે 39 રને ચોથી વિકેટ ગુમાવી છે.

નિતિશ કુમાર રેડ્ડીની ત્રીજી વિકેટ પડી : આજની મેચમાં નિતિશ કુમાર રેડ્ડી પણ નિષ્ફળ ગયો છે. મિશેલ સ્ટાર્કે ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ નિતિશને નવ રને આઉટ કરી બીજી વિકેટ ઝડપી છે. આમ ટીમે 39 રને ત્રીજી વિકેટ ગુમાવી છે.

અભિષેક શર્માની બીજી વિકેટ પડી : આજની મેચમાં હૈદરબાદાની શરૂઆતની સ્થિતિ ખૂબ કફોળી જોવા મળી રહી છે. ટીમે અભિષેક શર્માના રૂપે બીજી વિકેટ ગુમાવી છે. અભિષેક શર્મા ચાર બોલમાં માત્ર ત્રણ રન બનાવી વૈભવ અરોરાની બોલિંગમાં કેચ આઉટ થયો છે. આંદ્રે રસેલે અભિષેકનો કેચ કર્યો છે. આ સાથે હૈદરાબાદે 13 રને બીજી વિકેટ ગુમાવી છે.

ટ્રેવિસ હેડની પ્રથમ વિકેટ પડી : હૈદરબાદની ટીમ મેદાનમાં આવતાની સાથે જ ટીમને પ્રથમ ઝટકો મળ્યો છે. મિશેલ સ્ટાર્કની બોલિંગમાં પ્રથમ ઓવરના બીજા બોલે ટ્રેવિસ હેડ શૂન્ય રને આઉટ થયો છે. આ સાથે ટીમે શૂન્ય રને પ્રથમ વિકેટ ખોઈ દીધી છે.

કોલકાતાનું હૈદરાબાદ સામે દમદાર પ્રદર્શન

આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં કોલકાતાની ટીમે હૈદરબાદ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચો રમાઈ છે, જેમાં કોલકાતાએ 17માં તો હૈદરાબાદે 9 મેચમાં જીત હાંસલ કરી છે. જ્યારે તાજેતરની સિઝનમાં બંને વચ્ચે બીજી વખત મેચ રમાઈ રહી છે. આ પહેલા 23 માર્ચે રમાયેલી મેચમાં કોલકાતાએ હૈદરાબાદને ચાર રનથી હરાવ્યું હતું. કોલકાતાએ છેલ્લી ચાર મેચોમાં ત્રણ મેચમાંથી બે મેચ જીતીને દબદબો બનાવ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી...

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ : અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાન્ત, ટી.નટરાજન...


Google NewsGoogle News