મુંબઈએ પકડી રફ્તાર પણ RCBને ઝટકો, જાણો IPL પોઇન્ટ્સ ટેબલમાં કયા નંબર પર છે ગુજરાતની ટીમ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
મુંબઈએ પકડી રફ્તાર પણ RCBને ઝટકો, જાણો IPL પોઇન્ટ્સ ટેબલમાં કયા નંબર પર છે ગુજરાતની ટીમ 1 - image


IPL 2024 અપડેટેડ પોઈન્ટ્સ ટેબલ- મુંબઈ ઈન્ડિયન્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલ 2024 ની 25મી મેચ પછી, પોઈન્ટ ટેબલમાં થોડી હલચલ જોવા મળી છે. સિઝનમાં તેમની સતત બીજી જીત સાથે, હેર્દિક પંડ્યાની આગેવાની હેઠળની MIએ વેગ પકડવાનું શરૂ કર્યું છે. 

મુંબઈ ઈન્ડિયન્સની નીચે 8માં નંબર પર પંજાબ કિંગ્સ અને 9માં સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને છેલ્લા સ્થાન પર દિલ્હી કેપિટલ્સ છે. તો ટૉપ-4માં રાજસ્થાન રોયલ્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો છે. પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર રાજસ્થાનની ટીમ છે. કોલકત્તાની ટીમ બીજા નંબર પર છે.બેગ્લુરુંની આ 6ઠ્ઠી મેચમાં કુલ 5મી હાર છે. સતત મળી રહેલી હારની સાથે તેના પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી જોવા મળી રહી છે.

IPL 2024ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી ન હતી. સિઝનની પ્રથમ ત્રણ મેચો હાર્યા બાદ ટીમની એકતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.   

મુંબઈ ઈન્ડિયન્સની નીચે પંજાબ કિંગ્સ 8માં,9 પર  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ છેલ્લા સ્થાને છે.

જ્યારે ટોપ-4માં રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો છે.

 અન્ય ટીમોની પોઈન્ટ ટેબલમાં શું પરિસ્થિતિ છે?

મુંબઈએ પકડી રફ્તાર પણ RCBને ઝટકો, જાણો IPL પોઇન્ટ્સ ટેબલમાં કયા નંબર પર છે ગુજરાતની ટીમ 2 - image

મુંબઈ VS બેંગલુરુ મેચ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેપ્ટન ફાફ ડુપ્લેસીસ, રજત પાટીદાર અને દિનેશ કાર્તિકની અડધી સદીની મદદથી બોર્ડ પર 196 રન બનાવ્યા હતા. 

ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 15.3 ઓવરમાં આ સ્કોર હાંસલ કરી લીધો હતો. સૂર્યાએ 19 બોલમાં 52 રન બનાવ્યા હતા જ્યારે કિશને 34 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


Google NewsGoogle News