IPL 2024 Auction : આ વખતે 20 કરોડને પાર જશે બોલી! શું આજે IPLના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટશે?
IPL 2024 mat ઓક્શનનું આયોજન આજે બપોરે 1:00 વાગ્યે થવાનું છે
તમામ 10 ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે જેમાં 30 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે
Image:SocialMedia |
IPL Auction 2024 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આજે દુબઈમાં ઓક્શનનું આયોજન થવાનું છે. IPLની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા છે. IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 214 ખેલાડીઓ ભારતીય છે. આ 333 ખેલાડીઓમાં 116 કેપ્ડ જયારે 215 અનકેપ્ડ અને 2 એસોસિએટ દેશના ખેલાડીઓ છે. તમામ 10 ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે જેમાં 30 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે. આ ઓક્શન આજે બપોરે 1:00 વાગ્યે શરુ થશે. પરંતુ જોવાનું એ રહેશે કે આ વખતે કોઈ ખેલાડી માટે 20 કરોડ રૂપિયાની બોલી લાગે છે કે કેમ.
આ ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝી મોટી રકમ ખર્ચી શકે
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી એવું ચાર વખત બન્યું છે જયારે 10 ફ્રેન્ચાઈઝી ટીમોએ 15 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી છે. ગયા વર્ષે ઓક્શનમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન સૌથી મોંઘો ખેલાડી હતો. તેને પંજાબ કિંગ્સની ટીમે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સેમ કરન T20 World Cup 2022માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. તાજેતરના ODI World Cup 2023નો સ્કેલ પણ IPLના ઓક્શનમાં ઉપયોગી થશે. કારણ કે ટીમો રચિન રવિન્દ્ર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ જેવા ઘણા ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચી શકે છે. દરેક ટીમની નજર આ ખેલાડીઓ પર રહેશે. આ બધા વર્લ્ડ કપમાં સ્ટાર હતા.
8 વર્ષ બાદ IPLમાં પરત ફરશે સ્ટાર્ક
IPL 2024 ઓક્શન પહેલા સૌથી મોટો પ્રશ્ન 20 કરોડની બોલીની સંભાવનાને લઈને થઇ રહ્યો છે. કયો ખેલાડી આ સિઝનમાં સૌથી મોંઘો રહેવાનો છે ? શું મિચેલ સ્ટાર્ક આ સિઝનમાં સૌથી મોંઘો ખેલાડી બની શકે છે? આના પર પણ સૌની નજર રહેશે. સ્ટાર્કમાં IPL રમવાના તમામ ગુણો છે. તે લેફ્ટઆર્મ ફાસ્ટ બોલર છે જે મેચ દરમિયાન ગમે ત્યારે પરિસ્થિતિમાં બોલિંગ કરી શકે છે. ચેંજ ઓફ પેસમાં સ્ટાર્ક માહિર છે. આ સાથે તે નીચેના ક્રમમાં એક બેટ્સમેન તરીકે પણ ઉપયોગી છે. સ્ટાર્ક T20 World Cup 2024ની તૈયારીઓ માટે 8 વર્ષ બાદ IPLમાં પરત ફરી રહ્યો છે. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.
સ્ટાર્ક ઉપરાંત આ ખેલાડી પર પણ રહેશે સૌની નજર
સ્ટાર્ક ઉપરાંત આ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન પેટ કમિન્સ પણ ભાગ લઇ રહ્યો છે. તે પણ મોંઘો ખેલાડી સાબિત થઇ શકે છે. IPL ઓક્શનમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની હંમેશા માંગ રહે છે. IPL 2023માં સેમ કરન, બેન સ્ટોક્સ (16.25 કરોડ), કેમરન ગ્રીન (17.50 કરોડ રૂપિયા) મોંઘા ખેલાડીઓ સાબિત થયા હતા. જયારે IPL 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સે કમિન્સને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ન્યુઝીલેન્ડના આ ખેલાડીઓ સાબિત થઇ શકે છે એક્સ ફેક્ટર
આ ઉપરાંત સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી (બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા) અને ન્યુઝીલેન્ડનો ઓપનર બેટ્સમેન રચિન રવિન્દ્ર (બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા) પણ એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે. રચિન એક પાર્ટટાઈમ બોલર છે તે તેની વિશેષતા છે. ન્યુઝીલેન્ડના ડેરલ મિચેલને પણ પોતાની ટીમમાં સામેલ કરવા માટે તમામ 20 ફ્રેન્ચાઈઝી વચ્ચે સ્પર્ધા જોવા મળશે. તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે.
આ ભારતીય બોલર્સને મળી શકે મોટી રકમ
હર્ષલ પટેલ અને શાર્દુલ ઠાકુરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. આ બંને પણ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે, આ બંને ભારતીય ફાસ્ટ બોલર, ઓલરાઉન્ડર છે. આ બંને પાસે ભારતીય પરિસ્થિતિઓમાં બોલિંગ કરવાનો અનુભવ અને નીચલા ક્રમમાં બેટિંગ કરવાની ક્ષમતા પણ છે. શાર્દુલ ઠાકુર મિડલ ઓવર્સમાં ખૂબ અસરકારક છે, જ્યારે IPL 2021માં પર્પલ કેપ જીતનાર હર્ષલ પટેલ ડેથ ઓવર સ્પેશિયલિસ્ટ છે. આ સિવાય શાહરૂખ ખાનનો દબદબો પણ જોવા મળશે. તેની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા છે. શાહરૂખે તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગમાં તેના ઓફ સ્પિન સાથે 9 મેચોમાં 17 વિકેટ લીધી હતી. શ્રીલંકાના બોલર દિલશાન મદુશંકા પણ આ લીસ્ટમાં સ્થાન મેળવી શકે છે, તેણે ODI World Cup 2023ની 9 મેચોમાં માત્ર 6.70ના ઈકોનોમી રેટથી 21 વિકેટ લીધી હતી.