Get The App

IPL 2024: મુંબઈને બોલરના દેખાવની અને પંજાબને બેટિંગ પર્ફોર્મન્સની ચિંતા, આજે મુલ્લનપુરમાં થશે ટક્કર

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
IPL 2024: મુંબઈને બોલરના દેખાવની અને પંજાબને બેટિંગ પર્ફોર્મન્સની ચિંતા, આજે મુલ્લનપુરમાં થશે ટક્કર 1 - image


PBKS vs MI: આઈપીએલની વર્તમાન સિઝનમાં કંગાળ શરૂઆત કરનારી પંજાબ કિંગ્સની ટીમ ઘરઆંગણાના મેદાન પર આવતીકાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ એમ બંને ટીમોની બોલિંગ અને બેટિંગ અપેક્ષા પ્રમાણેની રહી નથી. મુંબઈના બેટ્સમેનોએ દેખાવ સુધાર્યો છે, પણ તેમની બોલિંગ હજુ પણ ચિંતાનું કારણ બની રહી છે. 

પંજાબ કિંગ્સના બેટર્સનું નબળું પ્રદર્શન 

જ્યારે પંજાબ કિંગ્સના બેટ્સમેનો સાતત્યભર્યો દેખાવ કરી શક્યા નથી. બોલરોના દેખાવમાં પણ ચડાવ- ઉતાર જોવા મળ્યો છે. હવે આવતીકાલના મુકાબલામાં પંજાબ અને મુંબઈ વચ્ચે કઈ ટીમ વિજેતા બનીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારશે તેની ઈંતેજારી છે.

પંજાબની ટીમનો રનરેટ મુંબઈ કરતાં સારો

પંજાબના મુલ્લનપુરમાં સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. પંજાબ અને મુંબઈ બંને 6-6 મેચ રમી ચૂક્યા છે અને તેમાંથી બંને 2-2 મેચ જીત્યા અને 4-4 હાર્યા છે. બંનેના પોઈન્ટ પણ 4-4 જ છે. જોકે પંજાબની ટીમનો રનરેટ મુંબઈ કરતાં સારો હોવાથી તેઓ આઠમા ક્રમે છે. જ્યારે મુંબઈ નવમા સ્થાને છે. 

ચેન્નઈ સામેની મેચમાં હાર્દિકની બોલિંગ નબળી

મુંબઈને છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રોહિતની અણનમ સદી છતાં 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રસપ્રદ બાબત એ હતી કે, ધોનીએ ચેન્નઈની ઈનિંગના છેલ્લા ચાર બોલમાં હાર્દિકની બોલિંગમાં સતત ત્રણ છગ્ગા ફટકારવા સાથે 20 રન લીધા હતા. ચેન્નઈના 206/4 સામે મુંબઈ 186/6 રન કરી શક્યું હતુ.

પંજાબની ટીમમાં અમુક ખેલાડીઓએ રમત સુધારવી પડશે 

કેપ્ટન ધવનની ગેરહાજરીમાં પંજાબની ટીમને બેરસ્ટો, સેમ કરન, ટાયડે, લિવિંગસ્ટનની સાથે શશાંક સિંઘ અને આશુતોષ શર્માના અસરકારક ફોર્મની આશા છે. અર્ષદીપ અને રબાડાની સાથે હર્ષલ, રાહુલ ચાહર અને બ્રારે દેખાવ સુધારવો પડશે.

પંજાબ (સંભવિત )

ટાઈડે, બેરસ્ટો, પ્રભસિમરન/આશુતોષ, સેમ કરન (કેપ્ટન), જીતેશ (વિ.કી.), શશાંક, લિવિંગસ્ટન, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રબાડા, અર્ષદીપ.

મુંબઈ (સંભવિત) 

રોહિત, કિશન (વિ.કી.),_સૂર્યકુમાર/ માધવાલ, તિલક, હાર્દિક (કેપ્ટન), ડેવિડ, શેફર્ડ, નાબી, ગોપાલ, બુમરાહ અને કોઈત્ઝી.

IPL 2024: મુંબઈને બોલરના દેખાવની અને પંજાબને બેટિંગ પર્ફોર્મન્સની ચિંતા, આજે મુલ્લનપુરમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News