પાકિસ્તાનના એક નિર્ણયથી IPL 2024ને મોટું નુકસાન! ઘણી ટીમોને લાગશે જોરદાર ઝટકો
IPL 2024ની શરૂઆત 22 માર્ચના રોજ થવાની છે
IPL 2024 : IPL 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક નિર્ણયના કારણે BCCIનું ટેન્શન વધી ગયું છે. PCBએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ભારતને ઘણું નુકસાન થઇ શકે છે. આ નિર્ણય બાદ IPLમાં ભાગ લેનાર ઘણા વિદેશી ખેલાડીઓ IPL છોડીને પરત ફરી શકે છે. તેનાથી લગભગ તમામ IPL ટીમોનું ટેન્શન વધશે. IPLમાં ફ્રેન્ચાઇઝીઓને તેમના વિસ્ફોટક ખેલાડીઓ ગુમાવવા પડી શકે છે. આ બધું પાકિસ્તાનના નિર્ણયને કારણે થઈ રહ્યું છે.
પાકિસ્તાને ગેમ કરી દીધી
પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે 5 મેચની T20I સીરિઝની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ સીરિઝ IPL વચ્ચે રમાશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ T20I સીરિઝ 18 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ભારતમાં IPL 2024 ચાલુ રહેશે. ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ પણ IPLમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન વિરૂદ્ધ સીરિઝ શરૂ થયા બાદ ન્યુઝીલેન્ડના ઘણા દિગ્ગજ ખેલાડીઓ IPL છોડીને પરત ફરી શકે છે. આ સીરિઝ પાકિસ્તાનમાં રમાશે. દરેક દેશના ક્રિકેટ બોર્ડની અપેક્ષા હોય છે કે ખેલાડીઓ પહેલા પોતાના દેશ માટે રમવાને મહત્વ આપે અને પછી અન્ય કોઈ દેશની લીગ રમે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ પણ પાકિસ્તાન સામે T20I સીરિઝ રમવા માટે પોતાના ખેલાડીઓને પરત બોલાવી શકે છે. જો આવું થાય તો તમામ ટીમોને ઝટકો લાગી શકે છે.
આ ખેલાડીઓ ચૂકી શકે છે IPL
ન્યુઝીલેન્ડના કુલ 14 ખેલાડીઓ છે, જેમને IPL માટે ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ખેલાડીઓમાં કોલિન મુનરો, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી અને રચિન રવિન્દ્ર જેવા ઘણા સ્ટાર્સ સામેલ છે. આવી સ્થિતિમાં ટીમમાં જે ખેલાડીઓના નામ સામેલ થશે તે તમામ ખેલાડીઓએ IPL છોડીને પરત જવું પડશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝ 18થી 27 એપ્રિલ સુધી રમાશે. આવી સ્થિતિમાં, ન્યુઝીલેન્ડના ખેલાડીઓ 10 દિવસના આ અંતરાલમાં યોજાનારી તમામ IPL મેચો ચૂકી શકે છે.