Get The App

IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતના સ્ટારની ધમાકેદાર એન્ટ્રી, જાણો કોની પાસે છે પર્પલ કેપ

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતના સ્ટારની ધમાકેદાર એન્ટ્રી, જાણો કોની પાસે છે પર્પલ કેપ 1 - image


Updated List :  ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે IPL 2024 ઓરેન્જ કેપની રેસમાં લાંબી છલાંગ લગાવી છે. ગિલે પંજાબ કિગ્સ સામે IPL 2024ની 17મી મેચમાં 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમણે પોતાની આ ઇનિંગમાં 48 બોલમાં 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતાં. તેમણે આ  ઇનિંગના આધારે શુભમન ગિલ IPL 2024 ઓરેન્જ કેપની રેસમાં સામેલ 5 બેટ્સમેનોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. ટોપ-5  બેટ્સમેનોની આ યાદીમાં સામેલ થનારો આ ચોથો ભારતીય બન્યો છે. ઓરેન્જ કેપની રેસમાં હાલ વિરાટ કોહલી ટોપ પર ચાલી રહ્યો છે.

શુભમન ગીલ ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાન પર

89 રનની આ અણનમ ઈનિંગ બાદ શુભમન ગીલના નામે IPL 2024ની 4 મેચમાં 164 રન થઈ ચૂક્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાન પર છે. આ ઉપરાંત તેમની ટીમનો સાઈ સુદર્શન 160 રન સાથે 5માં નંબર પર ચાલી રહ્યો છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની એન્ટ્રીથી રિષભ પંતને નુકસાન થયું છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત છઠ્ઠા નંબર પર ખસી ગયો છે.

IPL 2024માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલીનું ટોપ પર છે. કિંગ કોહલીએ અત્યાર સુધીમાં આ સિઝનમાં 203 રન બનાવ્યા છે, તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન હજુ સુધી 200 રનનો આંકડો પાર કરી શક્યો નથી. કોહલી બાદ બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગનું સ્થાન છે, જ્યારે ત્રીજા સ્થાન પર સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન છે.

પ્લેયર મેચ  રન         એવરેજ સ્ટ્રાઈક રેટ

વિરાટ કોહલી 4 203 67.67 140.97

રિયાન પરાગ 3 181 181.00 160.18

હેનરિક ક્લાસેન 3 167 83.50 219.74

શુભમન ગિલ 4 164 54.67 159.22

સાઈ સુદર્શન 4 160 40.00 128.00

જ્યારે ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા મુસ્તાફિઝર રહેમાન પાસેથી પર્પલ કેપ છીનવવામાં સફળ રહ્યો હતો. આઈપીએલ 2024ની શરૂઆતથી જ ચેન્નઈ સુપર કિંગ્સના આ ફાસ્ટ બોલર પાસે પર્પલ કેપ હતી. લીગમાં અન્ય કોઈ બોલર તેની પાસેથી આ કેપ છીનવી શક્યો ન હતો, પરંતુ મોહિત શર્માએ ગુરુવારે આ કારનામું કરી બતાવ્યું હતું. મોહિત અને મુસ્તાફિઝુરની એક સરખી 7-7 વિકેટ છે. 


Google NewsGoogle News