IPL ઓપનિંગ સેરેમની : હવામાં તિરંગો લહેરાવતા અક્ષય કુમારે કરી હવાઈ એન્ટ્રી, સોનૂ નિગમે ગાયું 'વંદે માતરમ્'

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
IPL ઓપનિંગ સેરેમની : હવામાં તિરંગો લહેરાવતા અક્ષય કુમારે કરી હવાઈ એન્ટ્રી, સોનૂ નિગમે ગાયું 'વંદે માતરમ્' 1 - image


IPL 2024 Opening Ceremony : આઈપીએલ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. સીઝનની પહેલી મેચ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં છે. આ મેચ પહેલા સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું છે. જેમાં ડાન્સ અને ગીતોથી ફિલ્મી સિતારાઓએ મહેફિલ જમાવી દીધી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના ડાન્સ મૂવ્સ  જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે પોતાના ગીતથી માહોલ બનાવી દીધો. પછી એઆર રહેમાન, મોહિત ચૌહાણ જેવા કલાકારનું પરફોર્મન્સ થયું.

અક્ષય કુમારની હવાઈ એન્ટ્રી

અક્ષય કુમારે ઓપનિંગ સેરેમનીમાં હવાઈ એન્ટ્રી કરી હતી. દેશભક્તિના ગિત સાથે તેમણે પોતાની ફિલ્મ હાઉસફુલ-3ના ગીત બાલ-બાલા પર પણ ડાન્સ મૂવ્સ કર્યા.

IPL ઓપનિંગ સેરેમની : હવામાં તિરંગો લહેરાવતા અક્ષય કુમારે કરી હવાઈ એન્ટ્રી, સોનૂ નિગમે ગાયું 'વંદે માતરમ્' 2 - image

બાઈક પર અક્ષય અને ટાઈગર શ્રોફે કર્યા સ્ટંટ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે સ્ટેજ પર ડાન્સ કર્યા બાદ મેદાનમાં બાઈક ચલાવી હતી. આ દરમિયાન 'સુનો ગોર સે દુનિયા વાલો...' જેવા ગીત વાગ્યા. ટાઈગરે પોતાના ગીત 'જય જય શિવશંકર' પર પણ સ્ટેપ્સ કર્યા.

ઈન્ડિયા ગેટ પણ દેખાયો, સોનૂ નિગમે ગાયું વંદે માતરમ્

ઓપનિંગ સેરેમની દરમિયાન ઈન્ડિયા ગેટ પણ દેખાયો. સોનૂનિગમની પ્રસ્તુતિ પહેલા ઈન્ડિયા ગેટના વિઝ્યુલ જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે 'વંદે માતરમ્' ગીત ગાયું હતું.

મોહિત ચૌહાણ અને એઆર રહેમાન એક સાથે

બોલિવુડના બે સૌથી મોટા સિંગરમાં સામેલ એઆર રહેમાન અને મોહિત ચૌહાણે એક સાથે પરફોર્મ કર્યું. 'ચલ છૈયા છૈયા' અને 'જય હો' રહેમાને ગાયું.

નીતિ મોહને પણ ગાયા ગીત

સિંગર નીતિ મોહને પણ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું. તેમણે 'બરસો રે મેઘા મેઘા...' ગીત ગાયું. તેની સાથે જ તેમણે પોતાના કેટલાક ગીત ગાયા.



Google NewsGoogle News