17 વર્ષના ઈતિહાસમાં IPLમાં પહેલીવાર લાગુ થશે આ ખાસ નિયમ, બોલરો થઈ જશે ખુશ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
17 વર્ષના ઈતિહાસમાં IPLમાં પહેલીવાર લાગુ થશે આ ખાસ નિયમ, બોલરો થઈ જશે ખુશ 1 - image


IPL 2024 New Rule: આવતી કાલથી આઈપીએલની 17મી સિઝન શરૂ થવા જઈ રહી છે. આ માટે ચાહકોનો ઉત્સાહ પૂરજોશમાં છે. આ ગેમનો રોમાંચ વધુ વધારવા માટે આગામી સિઝનમાં એક નવો નિયમ પણ જોવા મળશે. તેના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આઈપીએલમાં આ ખાસ નિયમ લાગુ કરવામાં આવશે. આ ખાસ નિયમ BCCI દ્વારા તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લાગુ કરવામાં આવ્યો હતો. હવે પહેલીવાર તેનો ઉપયોગ IPLમાં પણ થશે.

શું છે આ નવો નિયમ?

સામાન્ય રીતે T20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સર એટલે કે ખભાની ઉપરના બોલ માન્ય હોતા નથી. આથી બીજા બાઉન્સરને અમ્પાયર દ્વારા વધારાની ડિલિવરી કહીને એક રન આપવામાં આવે છે. પરંતુ ODI અને ટેસ્ટ ક્રિકેટમાં બે બાઉન્સર સ્વીકાર્ય છે. હવે પહેલીવાર IPLમાં પણ આગામી સિઝનમાં એક ઓવરમાં બે બાઉન્સરને મંજૂરી આપવામાં આવશે. આ નવા નિયમથી બોલરોને ઘણો ફાયદો મળી શકે છે. T20 ક્રિકેટમાં દરેક બોલ મહત્વનો હોય છે અને આવી સ્થિતિમાં એક ઇનિંગમાં વધુમાં વધુ 40 બાઉન્સર બોલ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

BCCIએ ICCના નિયમનું પાલન કર્યું નથી

T20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સરના નિયમને તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા માન્ય કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં થયો હતો. હવે બોર્ડે આઈપીએલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે T20 ઇન્ટરનેશનલમાં, એક ઓવરમાં માત્ર એક બાઉન્સર બોલ માન્ય છે. આ સાથે, બીસીસીઆઈએ તાજેતરમાં આઈસીસી દ્વારા બદલાયેલા સ્ટમ્પિંગ અને કેચિંગ માટે ડીઆરએસના અલગ ઉપયોગના નિયમને સ્વીકાર્યો નથી.

17 વર્ષના ઈતિહાસમાં IPLમાં પહેલીવાર લાગુ થશે આ ખાસ નિયમ, બોલરો થઈ જશે ખુશ 2 - image


Google NewsGoogle News