Get The App

MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને આપી ચેતવણી, શું CSKમાં બધુ બરાબર ચાલી રહ્યું છે?

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને આપી ચેતવણી, શું CSKમાં બધુ બરાબર ચાલી રહ્યું છે? 1 - image


Image Source: Twitter

MS Dhoni: IPL 2024ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. ત્યારથી ગાયકવાડ CSKની કમાન સંભાળી રહ્યો છે. જોકે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં ધોની મેદાન પર જે રીતે એક્ટિવ હતો તે જોઈને ચર્ચા થવા લાગી હતી કે ગાયકવાડ માત્ર ચહેરો છે પરંતુ હજુ પણ 'થાલા' જ વિકેટની પાછળથી આખી ગેમ કંટ્રોલ કરી રહ્યો છે. પરંતુ જેમ જેમ સીઝન પસાર થતી ગઈ તેમ તેમ માહીએ ટીમનો સંપૂર્ણ કંટ્રોલ ગાયકવાડને આપી દીધો. ચેન્નાઈએ ગાયકવાડની કેપ્ટનશિપમાં 9 મેચ રમી છે, જેમાંથી તેણે 4 મેચ જીતી છે અને 5 મેચ હારી છે. પરંતુ આ વચ્ચે હવે ખુલાસો થયો છે કે, માહીએ ટીમના નવા કેપ્ટનને ચેતવણી આપી છે.

ધોનીએ ગાયકવાડને શું કહ્યું?

ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં CSK છેલ્લી સતત બે મેચ હારી ચૂક્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ તેની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉભા થયા હતા. પથિરાના સિવાય કોઈ પણ બોલર પોતાની બધી ઓવર નાંખી નહોતો શક્યો. ત્યારબાદ બોલિંગમાં બદલાવ માટે તેની ઘણી ટીકા થઈ હતી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે દાવો કર્યો છે કે ધોનીએ ટીમના નવા કેપ્ટનને એકચેતવણી આપી છે.

તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર ખુલાસો કર્યો છે કે, CSK ટીમના સૂત્રોએ તેને જણાવ્યું છે કે ગાયકવાડે LSG સામેની મેચ દરમિયાન 'કેપ્ટન કૂલ'પાસે બોલિંગમાં ફેરફાર કરવા માટે સલાહ માંગી હતી. જો કે તેણે તેના માટે ગ્રીન સિગ્નલ આપી દીધુ હતું પરંતુ આ સાથે જ કહ્યું હતું કે હવે તે આગળ તેને કંઈ ન પૂછે અને મેદાન પરના તમામ નિર્ણયો પોતે કરે. 

ગાયકવાડે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 8 મેચમાં બે અડધી સદી અને એક સદીની મદદથી 58ની એવરેજથી 349 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 142 હતો. પરંતુ તેની કેપ્ટનશિપમાં ટીમ હાલમાં સંકટમાં નજર આવી રહી છે. સિઝનની સારી શરૂઆત બાદ ચેન્નાઈ હવે ટોપ-4માંથી બહાર થઈ ગયું છે અને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. જો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ફરી હારી જશે તો પ્લે-ઓફ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થશે. આવી સ્થિતિમાં વાપસી કરવા માટે તેણે લીગમાં ત્રીજા ક્રમની ટીમ હૈદરાબાદને કોઈપણ ભોગે હરાવવી પડશે.


Google NewsGoogle News