IPL પહેલા CSK માટે ચિંતાના સમાચાર, ધોનીને ગુરુ માનના દિગ્ગજ ખેલાડી થશે બહાર?

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
IPL પહેલા CSK માટે ચિંતાના સમાચાર, ધોનીને ગુરુ માનના દિગ્ગજ ખેલાડી થશે બહાર? 1 - image


IPL 2024 News : IPL પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો એક સારો ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ડેવોન કોનવે ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સે હવે તેના સ્થાને ઓપનિંગ સ્લોટમાં નવા ખેલાડીને લાવવો પડશે. 

છેલ્લી IPLમાં ધોનીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી પણ હવે બહાર થઈ શકે છે. આ સમાચાર ચેન્નાઈ સુપર કિંગ્સને મુશ્કેલીમાં મુકી શકે છે. ધોનીએ પોતે આ ખેલાડીને ગુરુ મંત્ર આપ્યો હતો.

શ્રીલંકા ક્રિકેટે આ અંગે માહિતી આપી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશા પથિરાના ઈજાગ્રસ્ત છે અને બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં શ્રીલંકા માટે હાજર નહોતા. જો તેમની ઇજા વધુ હશે તો IPLમાં રમવામાં સમસ્યા થઈ શકે છે. પથિરાના આ ટીમનો મજબૂત બોલર છે.

પથિરાનાની ક્રિયા લસિથ મલિંગા જેવી છે, તેથી તેને 'બેબી મલિંગા' પણ કહેવામાં આવે છે. તેને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ધોનીએ તેની પ્રતિભા જોઈને તક આપી હતી. તેણે એકવાર કહ્યું હતું કે, 'ધોની જેવા ઉચ્ચ સ્તરના વ્યક્તિએ મારામાં વિશ્વાસ દર્શાવ્યો, તે સમયે મને લાગ્યું કે હું કંઈક કરી શકું છું.'

આ શ્રીલંકાના બોલરે એમ પણ કહ્યું હતું કે, 'ધોની સૌથી સફળ છે કારણ કે તે ખૂબ જ વિનમ્ર છે. દરેક વ્યક્તિ સાથે તેનું વર્તન સરખું જ રહે છે. તે જુનિયર સાથે સારી રીતે વાત કરે છે. હું IPLમાં બાળક હતો અને મને કોઈ ઓળખતું ન હતું, ધોનીએ તે સમયે મને મદદ કરી અને મને ટ્રેનિંગ પણ આપી.'

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે IPL ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી. આઈપીએલમાં રમ્યા બાદ પથિરાનાને શ્રીલંકાની નેશલ ટીમમાં રમવાની તક પણ મળી. જો કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેની ઈજાના ઊંડાણ અંગે કોઈ માહિતી આપી નથી.


Google NewsGoogle News