સતત ત્રણ પરાજય બાદ હાર્દિક પંડ્યાએ કરી પોસ્ટ, કહ્યું- અમે લડતાં રહીશું...
Image Twitter |
IPL 2024 MI vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 પહેલા જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેમને આશા હતી કે આ સિઝનમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફરીથી જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી આઈપીએલ 2024માં કુલ ત્રણ મેચ રમી છે, જેમાંથી ત્રણેય મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જેમા પહેલી બે મેચ હોમ ગ્રાઉન્ડ પર ન હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે, તો સમજો કે જીત પાક્કી.
મેચની શરુઆતથી અંત સુધી હાર્દિક પંડ્યા ટીકાકારોના ભોગ બન્યા
સોમવારે (1 એપ્રિલ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું. આ મેચની શરૂઆતથી અંત સુધી કેપ્ટન હાર્દિક પંડ્યાને ફ્રેન્સની બૂમોનો સામનો કરવો પડ્યો હતો. ટોસ સમયે સંજય માંજરેકરે લોકોને યોગ્ય રીતે વર્તવા માટે અપીલ કરી હતી, જ્યારે મેચની વચ્ચે રોહિત શર્માએ પણ લોકોને શાંત કરવાની કોશિશ કરી કરી હતી. સતત ત્રીજીવાર મુંબઈ ઈન્ડિયન્સને હાર મળતા હાર્દિક પંડ્યા ટીકાકારોના નિશાના પર રહ્યા હતા. અને તેને સોશિયલ મીડિયા પર એક મેસેજ કરીને ટીકાકારોને જવાબ આપવાની કોશિશ કરી હતી.
અમે ક્યારેય હાર માનતા નથી, લડતા રહીશું અને આગળ વધીશું"
હાર્દિક પંડ્યાએ X પર ટ્વિટ કર્યું હતું, કે, એક વાત છે, જો તમને આ ટીમ વિશે ખબર હોવી જ જોઈએ. તે એ છે કે, અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું"
ડ્રેસિંગ રૂમના માહોલને જોઈને લાગતું હતું કે બહુ સારું નથી
મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં અત્યાર સુધી કંઈ પણ સારું નથી રહ્યું. બોલિંગ અને બેટિંગ બંનેમાં કંઈ ખાસ વિશેશ જોવા મળ્યું નથી. ડ્રેસિંગ રૂમના માહોલને જોઈને લાગતું હતું કે બહુ સારું નથી. મુંબઈ ઈન્ડિયન્સની ત્રણ વખત હાર થયા બાદ હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને મેસેજ આપ્યો કે, આવનારી મેચોમાં આ ટીમનું એક અલગ જ રૂપ જોવા મળી શકે છે.