Get The App

IPL 2024: આજે લખનઉ પરાજયનો સિલસિલો અટકાવવા માટે ચેન્નઈ સામે ઉતરશે, જુઓ સંભવિત પ્લેઈંગ-11

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
IPL 2024: આજે લખનઉ પરાજયનો સિલસિલો અટકાવવા માટે ચેન્નઈ સામે ઉતરશે, જુઓ સંભવિત પ્લેઈંગ-11 1 - image


LSG vs CSK: આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ છેલ્લી બે મેચ હારી ચૂકી છે અને હવે ટીમને હારનો સિલસિલો અટકાવવાની આશા છે.

જ્યારે ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ છેલ્લી બે મેચ જીતી ચૂકી છે અને ભારે આત્મવિશ્વાસ સાથે આવતીકાલે લખનઉ સામે ઉતરવા માટે થનગની રહી છે. આજે સાંજે 7.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

આજે લખનઉની ટીમની કસોટી 

ચેન્નઈ સુપર કિંગ્સની મજબુત બેટિંગ લાઈનઅપ અને અસરકારક બોલિંગની સામે લખનઉની ટીમની આકરી કસોટી થશે. રાહુલની આગેવાની હેઠળની લખનઉની ટીમ આ સિઝનમાં હજુ એક પણ વખત 200ના સ્કોર સુધી પહોંચી શકી નથી. વળી સિઝનમાં તેઓ છ મેચ રમ્યા છે, જેમાંથી પાંચમાં તેમને પ્રથમ બેટિંગ કરવાની આવી છે. 

આ કારણે ટાર્ગેટ ચેઝ કરવાના દબાણમાં તેમના પર્ફોર્મન્સનો ખાસ અંદાજ નથી. આ સિઝનમાં એક વખત તેમને ટાર્ગેટ ચેઝ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ હાર્યા હતા. મયંક યાદવ જેવા ઝંઝાવાતી ફાસ્ટરના પુનરાગમનની લખનઉને આશા છે.

લખનઉ (સંભવિત)

ડી કૉક અર્ષદ, રાહુલ (કેપ્ટન, વિ.કી.), હૂડા, બાડોની, સ્ટોઈનીસ, પૂરણ, કૃણાલ, મોહસીન, બિશ્નોઈ, જોસેફ, યેશ ઠાકુર.

ચેન્નઈ (સંભવિત)

રહાણે/પથિરાના, રાચિન, ગાયકવાડ (કેપ્ટન), દુબે, મિચેલ, ધોની(વિ.કી.), જાડેજા, રિઝવી, શાર્દૂલ, દેશપાંડે, રહમાન.

IPL 2024: આજે લખનઉ પરાજયનો સિલસિલો અટકાવવા માટે ચેન્નઈ સામે ઉતરશે, જુઓ સંભવિત પ્લેઈંગ-11 2 - image


Google NewsGoogle News