VIDEO: વિરાટ કોહલીને અમ્પાયર સાથે માથાકૂટ કરવી ભારે પડી, ગુસ્સા કરવા બદલ મળી આ સજા
Virat Kohli Fined, IPL 2024 : કોલકાતના ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)ને એમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુસ્સો કરવા બદલ વિરાટ કોહલીને મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો છે. કોહલીએ બીસીસીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કારણે વિરાટ કોહલીને અપાયો આઉટ
મેચની બીજી ઈનિંગની બીજી ઓવરમાં કોલકતાના બોલર હર્ષિત રાણાએ કોહલીને ફુલટોસ બોલ નાખ્યો હતો, જેમાં કોહલી શોર્ટ ફટકારતા તેનો બોલ ઉછળ્યો અને હર્ષિતે કેચ કરી લીધો હતો. DRS રિવ્યુમાં થર્ડ અમ્પાયરે જોયું કે, કોહલી ક્રિઝની બહાર ઊભો હતો. જ્યારે બોલની ઊંચાઈ 0.92 મીટરની ક્રિઝ સુધી દેખાય છે. IPLની આ સિઝનમાં ખેલાડીઓના ફોટોશૂટ દરમિયાન તેમની કમરની ઊંચાઈ પણ માર્ક કરવામાં આવી છે. હવે જ્યારે આ બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈ સાથે જોવામાં આવી તો કોહલીની કમરની ઊંચાઈ 1.04 મીટર હતી. જ્યારે બોલની ઊંચાઈ 0.92 મીટર હતી. પછી થર્ડ અમ્પાયરે માન્યું કે બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈ કરતાં ઓછી છે, તેથી તેને આઉટ અપાયો. આ નિયમના કારણે કોહલીને પેવેલિયનમાં જવું પડ્યું હતું. કોહલીએ એમ્પાયર સાથે રકઝક પણ કરી હતી અને ત્યાંથી ગુસ્સામાં પેવેલીયન જતો રહ્યો હતો.
કોલકાતનો બેંગ્લોર સામે એક રને વિજય
ઉલ્લેખનિય છે કે, મેચમાં કોલકાતનો બેંગ્લોર સામે એક રને વિજય થયો છે. મેચમાં કોલકાતાએ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 222 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેકેઆર તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધઉ 50 રન, જ્યારે બેંગ્લોર તરફથી વિલ જેક્સે 55 અને રજત પાટીદારે 52 રન ફટકાર્યા હતા.