Get The App

VIDEO: એમ્પાયરો આવા ફાલતુ નિર્ણયો ના લઈ શકે, કોહલીને આઉટ અપાતા પૂર્વ ક્રિકેટર ભડક્યો

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
VIDEO: એમ્પાયરો આવા ફાલતુ નિર્ણયો ના લઈ શકે, કોહલીને આઉટ અપાતા પૂર્વ ક્રિકેટર ભડક્યો 1 - image


IPL 2024, KKR vs RCB : આજે કોલકાતના ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલની 36મી મેચ રમાઈ હતી, જેમાં વિરાટ કોહલી (Virat Kohli)ના આઉટ થવા મામલે વિવાદ સર્જાયો છે. એમ્પાયરે ફુલટૉસ બોલિંગમાં આઉટ આપ્યા બાદ કોહલીએ થર્ડ એમ્પાયરનો સહારો લીધો હતો, જોકે થર્ડ એમ્પાયરે પણ આઉટ જાહેર કરતાં કોહલી પણ અસમંજસમાં મુકાયો હતો. હવે આ મામલે પૂર્વ ક્રિકેટરોની પણ પ્રતિક્રિયા સામે આવી છે. મોટાભાગના દિગ્ગજોએ કહ્યું કે, કોહલી નોટ આઉટ હતો, પરંતુ તેને આઉટ અપાયો. તો બીજી તરફ ઈરફાન પઠાણે બોલિંગને વેલિડ ડિલિવરી હોવાનું કહ્યું છે.

આ કારણે વિરાટ કોહલીને અપાયો આઉટ

મેચની બીજી ઈનિંગની બીજી ઓવરમાં કોલકતાના બોલર હર્ષિત રાણાએ કોહલીને ફુલટોસ બોલ નાખ્યો હતો, જેમાં કોહલી શોર્ટ ફટકારતા તેનો બોલ ઉછળ્યો અને હર્ષિતે કેચ કરી લીધો હતો. આ દરમિયાન કોહલીએ ફિલ્ડ એમ્પાયરને જોયા બાદ ડીઆરસ લીધો હતો. રિવ્યુમાં થર્ડ અમ્પાયરે જોયું કે વિરાટ કોહલી ક્રિઝની બહાર ઊભો હતો. જ્યારે બોલની ઊંચાઈ 0.92 મીટરની ક્રિઝ સુધી દેખાય છે. IPLની આ સિઝનમાં ખેલાડીઓના ફોટોશૂટ દરમિયાન તેમની કમરની ઊંચાઈ પણ માર્ક કરવામાં આવી છે. હવે જ્યારે આ બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈ સાથે જોવામાં આવી તો કોહલીની કમરની ઊંચાઈ 1.04 મીટર હતી. જ્યારે બોલની ઊંચાઈ 0.92 મીટર હતી. આ આંકડાઓ પર વિચાર કર્યા પછી, થર્ડ અમ્પાયરે માન્યું કે બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈ કરતાં ઓછી છે, તેથી તેને આઉટ આપવામાં આવ્યો અને નો બોલ આપવામાં આવ્યો ન હતો. આ નિયમના કારણે કોહલીને પેવેલિયનમાં જવું પડ્યું હતું. આ દરમિયાન કોહલીએ ગુસ્સામાં આવી એમ્પાયર સાથે રકઝક પણ કરી હતી અને ત્યાંથી ગુસ્સામાં પેવેલીયન જતો રહ્યો હતો.

રાયડુ, ભજ્જી, ભોગલે થર્ડ એમ્પાયરના નિર્ણયથી નારાજ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ (Ambati Rayudu)એ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આ મોટો નિર્ણય છે. કોહલીની વિકેટ ઘણી મોટી છે અને અમ્પાયર આવા ખરાબ નિર્ણયો ન લઈ શકે. ખરાબ અમ્પાયરિંગ...’ રિપ્લેમાં દેખાઈ રહ્યું છે કે, બોલ વિરાટની કમરથી ઉપર જઈ રહ્યો હતો. તેમણે ક્રિઝની બહાર આવી, અંગૂઠા પર ઊભા રહીને બોલ રમ્યો છે. હરભજન સિંહે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, ‘મને નથી લાગતું કે તે નો બોલ હતો. કોહલી તેના અંગૂઠા પર ઊભો હતો.’ હર્ષ ભોગલેએ કહ્યું કે, આ નો બોલ હતો. હું પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી આશ્ચર્ય પામ્યો છું. 

કોલકાતનો બેંગ્લોર સામે એક રને વિજય

ઉલ્લેખનિય છે કે, આજની મેચમાં કોલકાતનો બેંગ્લોર સામે એક રને વિજય થયો છે. આજની મેચમાં કોલકાતાએ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 222 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેકેઆર તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધઉ 50 રન, જ્યારે બેંગ્લોર તરફથી વિલ જેક્સે 55 અને રજત પાટીદારે 52 રન ફટકાર્યા હતા.


Google NewsGoogle News