IPL 2024માં 29 બોલમાં સેન્ચુરી ફટકારનારા આ ખેલાડીને ટુર્નામેન્ટ પૂરી થતાં જ ટી20 ક્રિકેટમાં મળશે ડેબ્યુનો મોકો!
IPL 2024 Hunt Jake Fraser McGurk : જોફ્રા આર્ચર, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન જેવા ઘણા મોટા સ્ટાર્સ આઈપીએલને કારણે ક્રિકેટને મળેલી અનમોલ ભેટ છે. IPLની 2024ની સીઝનમાં પણ અનેક અનકેપ્ડ પ્લેયર્સ પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનું નામ વિશ્વ ફલક પર પાથરી રહ્યાં છે. આ ખેલાડીઓના એક જ સીઝનની આ 10-12 મેચના શાનદાર પ્રદર્શનને જોઈને આશા છે કે, ટૂંક સમયમાં તેમને પોતાના દેશની ટીમમાં જોડાવવાનો અને ખાસ કરીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
આ પ્રકારના IPL 2024ના અનકેપ્ડ વેલ્યુએબલ પ્લેયર્સની યાદીમાં ટોચના સ્થાને ઓસ્ટ્રેલિયાનો એક નવોદિત ખેલાડી છે જેની શોધ દિલ્હીની ટીમે કરી છે. આશા છે કે આ તોફાની બેટ્સમેનને IPLની ટુર્નામેન્ટ પૂરી થતાં જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે બોલાવવામાં આવી શકે છે.
તમને ચોક્કસથી વિચાર આવતો હશે કે આ ખેલાડી કોણ છે જેના વિશે આટલો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, યુવા વિસ્ફોટક બેટ્સમેનનું નામ જેક ફ્રેઝર-મેકગર્ક છે. મેકગર્કની શાનદાર બેટિંગનો પુરાવો એ છે કે તેણે આ સીઝનમાં સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
મેકગર્ક ચાલુ સિઝનમાં 234.04ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. IPL 2024માં 22 વર્ષીય બેટ્સમેને દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે અને તેમાં 9 ઇનિંગ્સમાં 36.67ની એવરેજથી 330 રન ફટકાર્યા છે. આ શાનદાર પરફોર્મન્સમાં 4 અડધી સદી સામેલ છે. એ વાત અલગ ચે કે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે 25મા ક્રમે છે.
29 બોલમાં ફટકારી યાદગાર ફટકારી :
મેકગર્કના નામે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તે ફક્ત 29 બોલમાં સદી ફટકારનાર લિસ્ટ Aનો પ્રથમ બેટ્સમેન છે એટલે કે મેકગર્ક ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેના પહેલા આ ખાસ સિદ્ધિ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓપનર ક્રિસ ગેલના નામે નોંધાયેલી હતી. ગેઈલે આઈપીએલમાં માત્ર 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
મેકગર્કની ક્રિકેટ કારકિર્દી પર એક નજર :
મેકગર્ક ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 2 ODI મેચ રમ્યો છે. આ મેચોમાં તેણે બેટમાંથી 2 ઇનિંગ્સમાં 25.50ની એવરેજથી 51 રન બનાવ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 મેચ રમીને તેણે 30 ઇનિંગ્સમાં 18.96ની એવરેજથી 550 રન બનાવ્યા, જ્યારે લિસ્ટ Aમાં 21 મેચ રમીને તેણે 18 ઇનિંગ્સમાં 32.81ની એવરેજથી 525 રન ફટકાર્યા છે અને T20માં 46 મેચ રમીને 44 ઇનિંગ્સમાં 23.78ની એવરેજથી 975 રન બનાવ્યા છે.