SRH vs MI : હૈદરાબાદે નોંધાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર, મુંબઈના બોલરોની ધોલાઈ

હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 277 રન બનાવી IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો

અભિષેક શર્મા, એડમ માર્કરામ અને હેનરિક ક્લાસેનની વિસ્ફોટક બેટિંગ, ત્રણેયની ફિફ્ટી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
SRH vs MI : હૈદરાબાદે નોંધાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર, મુંબઈના બોલરોની ધોલાઈ 1 - image


SRH vs MI : IPL 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ (Highest Score Record) નોંધાવ્યો છે. આજની ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય મુંબઈ ટીમને ભારે પડ્યો છે. ટોસ હારીને પ્રથમ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદે બેટીંગના જોરે તબાહી મચાવી મસમોટો સ્કોર બનાવ્યો છે.

હૈદરાબાદના ટ્રેવિસ-અભિષેક-ક્લાસેનની વિસ્ફોટક બેટીંગ

હૈદરાબાદે ટ્રેવિસ હેડ (Travis Head), અભિષેક શર્મા (Abhishek Sharma) અને હેનરિક ક્લાસેન (Heinrich Klaasen)ની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 277 રનનો મસમોટો પહાડ ઉભો કરી દીધો છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આઈપીએલમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો. તેણે વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે 263 રન નોંધાવ્યા હતા.

અભિષેક શર્માએ નોંધાવ્યો રેકોર્ડ

મુંબઈ સામેની મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ વિસ્ફોટ બેટીંગ કરી ચોતરફ ફોર-સિક્સ વરસાવી છે. તેણે આજની મેચમાં 18 સિક્સ અને 19 ફોર ફટકારી છે. તેના ત્રણ-ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી છે. અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ ઉપરાંત ટ્રેવિસ હેડે 18 બોલમાં અને હેનરિક ક્લાસને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ત્રણેય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે હૈદરાબાદની ટીમ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

ક્લાસેન-અભિષેકે 7-7 સિક્સ ફટકારી

હેનરિક ક્લાસેન 34 બોલમાં 7 સિક્સ અને 4 ફોર સાથે 80 રન, ક્લાસને ટ્રેવિસ હેડે 24 બોલમાં 3 સિક્સ અને 9 ફોર સાથે 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે અભિષેક શર્માએ 23 બોલમાં 7 સિક્સ અને 3 ફોર સાથે 63 રન ફટકાર્યા હતા. એડન માર્કરામ 28 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો.


Google NewsGoogle News