IPL માં ફરી બબાલ! હર્ષિત રાણાને 'ફ્લાઇંગ કિસ' ભારે પડી, BCCIએ લીધા કડક એક્શન, ભરવો પડશે દંડ
IPL 2024: હર્ષિત રાણા શનિવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સની જીતનો હીરો તો બની ગયો, પરંતુ તેના ખરાબ વર્તનને કારણે BCCIએ તેને દંડ ફટકાર્યો છે. IPL 2024ની ત્રીજી મેચ દરમિયાન હર્ષિત રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલને 'ફ્લાઈંગ કિસ' આપી હતી. મયંક, રાણાની આ હરકતથી ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. એક તરફ ફેંસ હર્ષિતની બોલિંગના વખાણ કરી રહ્યા હતા, તો બીજી તરફ તેઓ તેને સિનિયર ખેલાડીઓનું સન્માન કરવાનું જ્ઞાન પણ આપી રહ્યા હતા. BCCIએ હર્ષિતના પગલા સામે કાર્યવાહી કરતા તેને મેચની ફીનો દંડ ફટકાર્યો છે.
ફ્લાઇંગ કિસ પડી ભારે
KKRએ 208/7નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મયંક અગ્રવાલ (32) અને અભિષેક શર્મા (32)એ હૈદરાબાદને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. KKRને લાંબા સમય સુધી વિકેટ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. હૈદરાબાદને પહેલો ઝટકો 22 વર્ષના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ આપ્યો હતો. તેણે છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર મયંકનો આઉટ કર્યો હતો. જેમાં તે ડીપ સ્ક્વેર લેગ પર રિંકુ સિંહના હાથે કેચ થયો હતો.
IPL આચાર સંહિતા ભંગ કરવા બદલ દંડ
BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, 'KKRના બોલર હર્ષિત રાણા પર 23 માર્ચના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચની ફીના 60 ટકાનો દંડ લાદવામાં આવ્યો છે.
ફેંસ થયા નારાજ
હર્ષિતે જે રીતે મયંકના પેવેલિયન પરત ફરવાની ઉજવણી કરી હતી તેનાથી ઘણા ક્રિકેટ ચાહકો ગુસ્સે થયા છે. ખરેખર, હર્ષિતે 33 વર્ષના મયંકને આઉટ કર્યા બાદ તેને ફ્લાઈંગ કિસ આપી હતી. તે ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. હર્ષિતની આ હરકત પર ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું, "હર્ષિત, તમારા સિનિયર્સનું સન્માન કરતા શીખો, તું મયંક જેવા ખેલાડી સાથે કેમ ઝઘડો કરે છે?" અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, "તને રમવાનું શરૂ કર્યાને લાંબો સમય નથી થયો." આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ.'' અન્ય લોકોએ કહ્યું, ''આ વલણ યોગ્ય નથી. વૃદ્ધિને અસર થઈ શકે છે.