દેશ અને રાજ્ય માટે રમતા નથી, IPL માટે તમે ફીટ થઈ જાઓ છો : હાર્દિક પંડ્યા પર ભડક્યા પૂર્વ ક્રિકેટર

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે

IPL 2024ની પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાનાર છે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
દેશ અને રાજ્ય માટે રમતા નથી, IPL માટે તમે ફીટ થઈ જાઓ છો : હાર્દિક પંડ્યા પર ભડક્યા પૂર્વ ક્રિકેટર 1 - image
Image:File Photo

IPL 2024 : ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત લીગમાંની એક છે. IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ IPL સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનીને કંઈક ખોટું કર્યું છે. હાર્દિક હાલ દરેકના નિશાના પર છે. રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ ખોટો ગણાવ્યો છે. ઘણા ચાહકોનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માનું અપમાન કર્યું છે. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર કટાક્ષ કરતા કહ્યું કે, “તમે IPL પહેલા કેવી રીતે ફિટ થઈ જાઓ છો.”

“તમે દેશ કે તમારા રાજ્ય માટે ક્રિકેટ નથી રમતા, પરંતુ IPL…” 

પ્રવીણ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે, “તમે દેશ માટે નથી રમતા, ડોમેસ્ટિક ક્રિકેટમાં તમે તમારા રાજ્ય માટે નથી રમતા અને IPL પહેલા તમે ફિટ થઈ જાઓ છો. આવી વસ્તુઓ ન થવી જોઈએ. તમારે દેશ અને તમારા રાજ્ય માટે પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ પરંતુ કેટલાક લોકો હવે IPLને વધુ મહત્વ આપે છે.”

વર્લ્ડકપ દરમિયાન ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું

જણાવી દઈએ હાર્દિક પંડ્યા ODI World Cup 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિક આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક ઈજાના કારણે કોઈ મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થયો હોય. આ પછી IPL 2024 ઓક્શન પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને એટલું જ નહીં, મુંબઈએ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન પણ બનાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સનો આ નિર્ણય મોટાભાગના ક્રિકેટરો અને ચાહકોને પસંદ આવ્યો નથી. 

દેશ અને રાજ્ય માટે રમતા નથી, IPL માટે તમે ફીટ થઈ જાઓ છો : હાર્દિક પંડ્યા પર ભડક્યા પૂર્વ ક્રિકેટર 2 - image


Google NewsGoogle News