IPL 2024: લખનઉ સામેની મેચમાં હાર્દિક પંડ્યાની એક ભૂલ ભારે પડી, BCCIએ ફટકાર્યો લાખોનો દંડ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
IPL 2024: લખનઉ સામેની મેચમાં હાર્દિક પંડ્યાની એક ભૂલ ભારે પડી, BCCIએ ફટકાર્યો લાખોનો દંડ 1 - image


Image: X 

IPL 2024માં 48મી મેચ લખનઉસુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ગઈકાલે રમાઈ હતી. લખનૌએ આ મેચ 4 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફની આશાઓ વધુ ધૂંધળી થઈ છે. મેચ હાર્યા બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને BCCIએ સજા ફટકારી છે અને હવે પંડ્યા પર એક મેચ પર પ્રતિબંધનો ખતરો છે.

રોહિત શર્માને હટાવીને ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે, ત્યારથી હોબાળો શરૂ થયો છે. હવે નવા કેપ્ટન સાથેની મુંબઈની ટીમની ઓનફિલ્ડ અને ઓફફિલ્ડ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હાલમાં ટીમ 10 મેચમાં 7 હાર સાથે ટેબલમાં 9મા નંબર પર લથડી છે.

BCCIએ હાર્દિકને દંડ ફટકાર્યો

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી હતી જેને લખનૌએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને સમગ્ર ટીમ ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ ચે. બીજી વખત આ પ્રકારની ચૂક બદલ BCCIએ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

લખનઉસુપર જાયન્ટ્સ સામે ધીમી ઓવર રેટ માટે માત્ર હાર્દિક પંડ્યા જ નહિ પરંતુ સમગ્ર ટીમના ખેલાડીઓને સજા ફટકારાઇ છે. હાર્દિક સિવાય ટીમના બાકીના ખેલાડીઓ પર મેચ ફીના 25-25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પહેલા ફરી એકવાર મુંબઈની ટીમ ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી. હવે આ બીજી વખત છે જ્યારે હાર્દિકને દંડ ફટકારવામાં આવ્યો છે. જો મુંબઈ ફરી ત્રીજી વખત દોષી સાબિત થશે તો કેપ્ટન હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે.

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ધીમા ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં તેની ટીમનો બીજો ગુનો હતો, તેથી પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.’


Google NewsGoogle News