IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, માર્ગ અકસ્માતમાં 3.5 કરોડમાં ખરીદેલો ખેલાડી ઘાયલ

શુભમન ગિલ ચોથી ટેસ્ટ પછી રાંચી છોડતી વખતે મિંજના પિતાને મળ્યો હતો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, માર્ગ અકસ્માતમાં 3.5 કરોડમાં ખરીદેલો ખેલાડી ઘાયલ 1 - image
Image:File Photo

Robin Minz Accident News : IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સનો વિકેટકીપર-બેટર રોબિન મિન્ઝ ગઈકાલે માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ 21 વર્ષીય ખેલાડી હાલમાં ડોક્ટરના નિરીક્ષણ હેઠળ છે.

રોબિન મિન્ઝ અકસ્માતનો ભોગ બન્યો

રોબિન મિન્ઝ તેની બાઈક લઈને ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે તેની અન્ય બાઇક સાથે ટક્કર થઈ હતી. બાઇકથી ટક્કર થયા બાદ મીનઝે કાબૂ ગુમાવ્યો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. તેના પિતા ફ્રાન્સિસ મિન્ઝ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે તેની બાઇક અન્ય બાઇક સાથે ટકરાઈ હતી ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો. હાલમાં કોઈ ગંભીર બાબત નથી અને તે હાલ ડોક્ટરના નિરીક્ષણ હેઠળ છે. અથડામણ બાદ બાઈકનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને રોબિનના જમણા ઘૂંટણમાં થોડી ઈજાઓ થઈ હતી.”

ગુજરાતે ચૂકવ્યા હતા કરોડો રૂપિયા

જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સે ડિસેમ્બરમાં યોજાયેલ મિની ઓક્શનમાં રોબિન મિન્ઝને સાઇન કર્યો હતો. ગુજરાતે મિંજને 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ઉપરાંત ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ ચોથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પછી રાંચી છોડતી વખતે મિંજના પિતાને મળ્યો હતો. ફ્રાન્સિસ મિન્ઝ રાંચી એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે તહેનાત છે અને તે ફ્લાઈટમાં ચડતા પહેલા તમામ ભારતીય ક્રિકેટરોને મળ્યા હતા અને તેમના પુત્રના કેપ્ટન સાથે વાતચીત કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો.

IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, માર્ગ અકસ્માતમાં 3.5 કરોડમાં ખરીદેલો ખેલાડી ઘાયલ 2 - image


Google NewsGoogle News