Get The App

IPL 2024: ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર, હવે 3 સ્થાન માટે 6 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
IPL 2024: ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર, હવે 3 સ્થાન માટે 6 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ 1 - image


IPL 2024 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગની 63મી મેચ ગઈકાલે અમદાવાદમાં વરસેલા ઝરમર વરસાદને કારણે રદ્દ થઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આ મેચ વરસાદ અને ભીની પીચ-ગ્રાઉન્ડને કારણે અંતે રદ કરવામાં આવી હતી. અંતે બંને ટીમોને 1-1 પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા અને તેનો ફાયદો KKRને મળ્યો જ્યારે ગુજરાતને પણ 1 પોઈન્ટ મળ્યો છે છતા ગુજરાતની ટીમ IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. હવે KKR ટોપ-2માં સ્થાન જાળવી રાખી શકશે જ્યારે અન્ય 3 સ્પોટ માટે હવે 6 ટીમો વચ્ચે રસાકસીનો માહોલ જામ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું હતું અને હવે 1 પોઈન્ટ સાથે ટોપ-2માં ફિનિશ થયા તેણે ક્વોલિફાયર-1માં સ્થાન મેળવ્યું છે એટલેકે તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. જો KKR ક્વોલિફાયર 1 હારી જાય તો પણ તેને ક્વોલિફાયર 2માં રમવાની તક મળશે. ક્વોલિફાયર 1 જીતનાર ટીમ અને ક્વોલિફાયર 2 જીતનાર ટીમ વચ્ચે ફાઈનલ રમાય છે. ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે એલિમિનેટર ગેમ રમાય છે અને પછી એલિમિનેટર જીતનાર ટીમની ટક્કર ક્વોલિફાયર 1 હારનાર ટીમ સાથે ક્વોલિફાયર 2 મેચમાં થાય છે.

હાલમાં માત્ર KKR પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે જ્યારે ત્રણ સ્થાન માટે ગુજરાત બહાર થતા 6 ટીમો વચ્ચે લડાઈ ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે ટોપ 4નું ગણિત કદાચ ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચેની મેચ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલમાં KKR 19 પોઈન્ટ સાથે પ્રથમ, રાજસ્થાન 16 પોઈન્ટ સાથે બીજા ક્રમે, CSK 14 પોઈન્ટ સાથે ત્રીજા અને SRH પણ 14 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. આ સિવાય RCB પાંચમા સ્થાને, દિલ્હી છઠ્ઠા અને લખનૌ સાતમા સ્થાને છે. ત્રણેય ટીમોના ખાતામાં 12-12 પોઈન્ટ છે. આ ત્રણેય પ્લેઓફની રેસમાં પણ છે. આ સાથે જ ગુજરાત, મુંબઈ અને પંજાબની ટીમો બહાર થઈ ગઈ છે.

GTvsKKR મેચ બાદનું લેટેસ્ટ પોઈન્ટ ટેબલ:

IPL 2024: ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર, હવે 3 સ્થાન માટે 6 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ 2 - image


Google NewsGoogle News