Get The App

ગુજરાત ટાઈટન્સને વધુ એક ઝટકો, શમી બાદ હવે આ સ્ટાર ખેલાડી ઓપનિંગ મેચ નહીં રમે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ગુજરાત ટાઈટન્સને વધુ એક ઝટકો, શમી બાદ હવે આ સ્ટાર ખેલાડી ઓપનિંગ મેચ નહીં રમે 1 - image


IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024, 22 માર્ચથી શરૂ થવાની છે. 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે તેમની પ્રથમ મેચ રમવાની છે. છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન રહેલો હાર્દિક પંડ્યા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ સિવાય ગુજરાત ટાઇટન્સને વધુ એક ફટકો પડ્યો છે, ટ્રેવિસ હેડ આ ફ્રેન્ચાઇઝી ટીમની શરૂઆતની મેચ ચૂકી શકે છે. શેફિલ્ડ શીલ્ડ ફાઈનલને પ્રાથમિકતા આપતા ટ્રેવિસ હેડે આઈપીએલ 2024 ની શરૂઆતની મેચ છોડવાનો નિર્ણય કર્યો છે. 

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ રમશે મુંબઈ ઇન્ડિયન્સ

ગુજરાત ટાઇટન્સની આગામી મેચ 26 માર્ચે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છે. IPL 2024 મીની હરાજી પહેલા, હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ગુજરાત ટાઇટન્સ સાથે ફૂલ કેશ ડીલમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડા જ દિવસોમાં હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યું હતો. આ પછી ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. 

શુભમન ગિલ કરશે ટીમનું નેતૃત્વ

મેથ્યુ વેડ IPL 2022 થી ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે. 2022 IPLમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના એમ બે ફ્રેન્ચાઇઝી ટીમો ઉમેરવામાં આવી હતી. અગાઉ આઈપીએલ આઠ ટીમો વચ્ચે રમાતી હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બે સિઝનમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને આ વખતે શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

ગુજરાત ટાઈટન્સને વધુ એક ઝટકો, શમી બાદ હવે આ સ્ટાર ખેલાડી ઓપનિંગ મેચ નહીં રમે 2 - image


Google NewsGoogle News