Get The App

'વફાદારી અને પ્રતિબદ્ધતા...', ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનવા પર બોલ્યા શુભમન ગિલ, હાર્દિક અંગે કર્યો કટાક્ષ!

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
'વફાદારી અને પ્રતિબદ્ધતા...', ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનવા પર બોલ્યા શુભમન ગિલ, હાર્દિક અંગે કર્યો કટાક્ષ! 1 - image

IPL 2024 gujarat titans : ગુજરાત ટાઈટન્સે સોમવારે શુભમન ગિલને 2024ના IPL સીઝન માટે નવો કેપ્ટન બનાવ્યો છે. ટીમના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા હાલમાં જ ટ્રેડ વિંડો દ્વારા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થયા હતા. તેવામાં શુભમનને હવે ટાઈટન્સની લીગેસીને બનાવવા રાખવાનો પડકાર અપાયો છે. ગુજરાતની ટીમ 2022ની ચેમ્પિયન અને 2023ની રનર અપ રહી ચૂકી છે. તેવામાં હવે આ ટીમને આગળ વધારવાની જવાબદારી શુભમન પર હશે અને આશીષ નેહરાની દેખરેખમાં આ ટીમ કેવું પ્રદર્શન કરે છે, તે જોવાનું રહેશે. જોકે, આ પડકાર અને કપ્તાનીના પ્રેશરને લઈને શુભમને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જેને હાર્દિક પર કટાક્ષ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ગુજરાત ટાઈટન્સે વીડિયો કર્યો પોસ્ટ

ગુજરાત ટાઈટન્સે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં શુભમન ગિલ પોતાના દાયિત્વ અને ટીમ અંગે વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, કપ્તાનીને લઈને ઉત્તેજના ત્યાં સુધી પૂર્ણ નહીં થાય જ્યાં સુધી અમે પહેલી મેચ નહીં રમીએ. તમને ખબર છે કે, આ ટુંક સમયમાં પૂર્ણ નહીં થાય. આ એક શાનદાર અનુભવ છે. મારો મતલબ છે કે, હું 7 અથવા 8 વર્ષનો હતો ત્યારે IPL શરૂ થઈ. આ કોઈપણ બાળક માટે એક સપનું છે જે એક ક્રિકેટર બનવા માંગે છે અને એક ટીમની કપ્તાની કરવામાં સક્ષમ હોવા માટે આઈપીએલ રમવા ઈચ્છે છે. પછી તે ટીમને એકજૂટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવવી, આ એક શાનદાર અનુભવ છે.

શુભમને કપ્તાનીને લઈને શું કહ્યું?

શુભમને કહ્યું કે, મારો મતલબ છે કે, આપણે સૌ જાણીએ છીએ કે, કપ્તાની ખુબ સારી જવાબદારીઓની સાથે આવે છે અને પ્રતિબદ્ધતા તેમાંથી એક છે. અનુશાસન તેમાંથી એક છે. આકરી મહેનતમાંથી એક છે. વફાદારી તેમાંથી એક છે. કારણ કે મને લાગે છે કે, કેટલાક મોટા અને મહાન લીડર્સના નેતૃત્વમાં હું રમ્યો છું અને મારે તેનાથી ઘણું બધુ શીખવાનું છે. મને લાગે છે કે તેમની કપ્તાનીમાં રમવાનો અનુભવથી મને જે શીખવા મળ્યું છે, તે આ આઈપીએલમાં ખુબ મારી મદદ કરનારું છે.

તેમણે કહ્યું કે, અમારી હાલની ટીમમાં શાનદાર લીડર્સ છે, ભલે તેઓ કેન વિલિયમ્સન હોય કે રાશિદ ભાઈ કે શમી ભાઈ કે ત્યાં સુધી કે ડેવિડ મિલર કે ઋદ્ધિમાન સાહા. મને લાગે છે કે, આગામી સીઝન એક શાનદાર સીઝન હશે. મને નિશ્ચિત રીતે આ દરમિયાન ઘણુ શીખવા મળશે, જે એક કેપ્ટન તરીકે મારો અનુભવ હશે. હું જોવ છું કે, આ સફર દરમિયાન લોકો શાનદાર યાદો બનાવે છે. શુભમને પોતાના નિવેદનમાં લીડર્સ અંગે વાત કરે છે, તે હાર્દિકનું નામ નથી લેતો. ત્યારે, વફાદારીવાળા નિવેદનને પણ હાર્દિક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, હાર્દિકે બે વર્ષ બાદ ટીમનો સાથ છોડ્યો છે. તેઓ ગુજરાત ટાઈટન્સ છોડીને ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા છે.


Google NewsGoogle News