IPL 2024 : વરસાદના કારણે ગુજરાત ટાઈટન્સ IPL પ્લેઑફની રેસમાંથી બહાર, કોલકતા ટોપ પર

Updated: May 13th, 2024


Google NewsGoogle News
IPL 2024 : વરસાદના કારણે ગુજરાત ટાઈટન્સ IPL પ્લેઑફની રેસમાંથી બહાર, કોલકતા ટોપ પર 1 - image


IPL 2024 GT vs KKR Match : આઈપીએલ-2024માં આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાવાની હતી, જોકે વરસાદના કારણે મેચ થઈ થઈ ગઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ વરસાદના કારણએ ટૉસ પણ ઉછાળી શકાયો નથી.

ગુજરાત ટીમ આઈપીએલની પ્લેઑફ રેસમાંથી બહાર

આજે અમદાવાદમાં ભારે વરસાદ પડવાના કારણે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટીમ આઈપીએલની પ્લેઑફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. આજની મેચ ગુજરાત માટે કરો યા મરોની સ્થિતિ જેવી હતી. ગુજરાતે અત્યાર સુધીમાં 13માંથી માત્ર પાંચ મેચો જીતી છે, જ્યારે સાત મેચમાં તેની હાર થઈ છે. આજની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે, તેથી ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટ સાથે આઠમાં ક્રમાંકે છે. હવે ગુજરાતની આગામી મેચ 16મી મેએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે. 21મી મેએ આઈપીએલ પ્લેઑફની મેચો શરૂ થશે.

આઈપીએલ પોઈન્ટ ટેબલ

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, કોલકાતા 13 મેચમાંથી 9 જીત મેળવી 19 પોઈન્સ સાથે ટોપ પર છે. રાજસ્થાન (12 મેચમાંથી 8 જીત) 16 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે, ત્યારબાદ ચેન્નાઈ (13 મેચમાંથી 7 જીત) 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંકે, હૈદરાબાદ (12 મેચમાંથી 7 જીત) ચોથા ક્રમાંકે, બેંગલુરુ (13 મેચમાંથી 6 જીત) 12 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમાંકે, દિલ્હી (13 મેચમાંથી 6 જીત) 12 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમાંકે, લખનઉ (12 મેચમાંથી 6 જીત) 12 પોઈન્ટ સાથે સાતમાં ક્રમાંકે, ગુજરાત (13 મેચમાંથી 5 જીત) 11 પોઈન્ટ સાથે આઠમાં ક્રમાંકે, મુંબઈ (13 મેચમાંથી 4 જીત) આઠ પોઈન્ટ સાથે નવમાં ક્રમાંકે અને પંજાબ (12 મેચમાંથી 4 જીત) 8 પોઈન્ટ સાથે 10માં ક્રમાંકે છે.


Google NewsGoogle News