'જે મેક્સવેલ કરી શકે તે કોહલી ના કરી શકે અને...' કોહલીના સ્ટ્રાઈક રેટ પર ગૌતમની 'ગંભીર' ટિપ્પણી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
'જે મેક્સવેલ કરી શકે તે કોહલી ના કરી શકે અને...' કોહલીના સ્ટ્રાઈક રેટ પર ગૌતમની 'ગંભીર' ટિપ્પણી 1 - image
Image: IANS

Gautam Gambhir Reaction on Virat Kohli Strike Rate: ઈન્ડિયન પ્રમીયિર લીગ (IPL)ની 17મી સિઝન જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ વધારે રોમાંચક બની રહી છે. આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ઓપનર વિરાટ કોહલી (Virat Kohli)ની બેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કોહલી તેની ધીમી બેટિંગ અને સ્ટ્રાઈક રેટ (strike-rate)ના કારણે ટીકાકારોના નિશાના પર છે. ત્યારે ગૌતમ ગંભીરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

સુનીલ ગાવસ્કરે ટીકા કરી હતી

આઈપીએલની 17મી સિઝનનો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સિઝનમાં RCBના ઓપનર અને રન મશીન વિરાટે 500 રન બનાવીને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. જો કે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એ વિરાટની સ્ટ્રાઈક રેટ અને ધીમી બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કરે હૈદરાબાદ સામેની મેચ અંગે વાત કરતા કહ્યું હતું કે ' કોહલી 43 બોલમાં 51 રનની ઈનિંગ રમે છે, જ્યારે વિરાટ પછી આવેલા રજત પાટીદાર એ જ મેચમાં 20 બોલમાં ફિફ્ટી ફટકારી દે છે.' આ મામલે હવે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ પણ પ્રતિક્રિયા આપી છે.

કોહલીના સ્ટ્રાઈક રેટ વિશે ગંભીરે શું કહ્યું?

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. મીડિયા સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે 'દરેક ખેલાડીની પોતાની અલગ ક્ષમતા અને રમવાની સ્ટાઈલ અલગ હોય છે. ટીમને વિસ્ફોટક બેટર અને એન્કર બંનેની જરૂર હોય છે.' પૂર્વ વર્લ્ડ ચેમ્પિયને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બેટરના સ્ટ્રાઈક રેટ કરતાં વિજય વધુ મહત્ત્વનો છે. 

ટીમમાં અલગ-અલગ પ્રકારના બેટર રાખવા પડે : ગંભીર

ગંભીરે વધુમાં કહ્યું કે 'મેક્સવેલ જે કરી શકે છે તે કોહલી નથી કરી શકતો અને કોહલી જે કરી શકે છે તે મેક્સવેલ નથી કરી શકતો.' આવી સ્થિતિમાં તમારે તમારા સ્કોડમાં અલગ-અલગ પ્રકારના બેટરો રાખવા પડશે. વિસ્ફોટક બેટર સાથે, તમે 300 રન બનાવી શકો છો પણ 30 રનમાં આઉટ પણ થઈ શકો છો. જ્યારે તમે જીતો છો, ત્યારે 100નો સ્ટ્રાઈક રેટ પણ સારો હોય છે. પરંતુ જ્યારે તમે 180ના સ્ટ્રાઈક રેટ હોવા છતાં હારી જાવ છો, ત્યારે કોઈ આ વિશે ચર્ચા પણ કરતું નથી. પણ આ કડવું સત્ય છે.


Google NewsGoogle News