આ ટીમ જીતશે IPL 2024ની ફાઈનલ...! મોટી ટુર્નામેન્ટોના ફોટોશૂટ પરથી પ્રશંસકોએ કરી ભવિષ્યવાણી

Updated: May 26th, 2024


Google NewsGoogle News
આ ટીમ જીતશે IPL 2024ની ફાઈનલ...! મોટી ટુર્નામેન્ટોના ફોટોશૂટ પરથી પ્રશંસકોએ કરી ભવિષ્યવાણી 1 - image


KKR vs SRH IPL 2024 Final Pat Cummins :  IPL 2024ની  ફાઈનલ મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર અને પેટ કમિન્સે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યા હતા.  આ ફોટોશૂટમાં શ્રેયસ અય્યર ડાબી બાજુ અને પેટ કમિન્સ જમણી બાજુ ઉભો છે. BCCIએ આ ફોટોશૂટની તસવીરો આઈપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર શેર કરતાંની સાથે જ ચાહકો તેમના અનુમાન લગાવવા લાગ્યા કે, આ વખતે આઈપીએલ 2024નો ખિતાબ માત્ર પેટ કમિન્સ જીતવાના છે.

હકીકતમાં ભારતે છેલ્લી  ICC ફાઈનલ પેટ કમિન્સેની આગેવાની હેઠળની ટીમ સામે જ રમી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના સામનો ઓસ્ટ્રેલિયા સામે જૂનમાં થયો હતો, તો વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારત કંગારુઓથી નવેમ્બરમાં રમી હતી. આ બંને ખિતાબી મુકાબલાના જ્યારે ફોટોશૂટ સામે આવ્યા હતા, તો પેટ કમિન્સ જમણી બાજુ જ ઉભો હતો, જ્યારે કેપ્ટન રોહિત શર્મા ડાબી બાજુ ઉભો હતો. આ બંને ખિતાબી મેચમાં પેટ કમિન્સની ટીમની જીત મેળવી હતી. 

IPL 2024 ફાઈનલમાં ફોટોશૂટમાં કેટલોક આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. આ ફોટોશૂટ વાયરલ થયા બાદ ફેન્સના વિવિધ પ્રકારના રિએક્શન સામે આવી રહ્યા હતી. જે તમે જોઈ શકો છો. 

વર્લ્ડકપ 2023ની ફાઈનલ અને IPL 2024ની સ્ટોરી એક સરખી

- વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતે 9 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં પહેવા નંબર પર રહેતા નોકઆઉટ સ્ટેજ માટે ક્લોલિફાઈ કર્યો હતા. તો આઈપીએલ 2024માં કોલકતા નાઈટ રાઈડર્સે પણ 9 જીત સાથે પ્લોઓફમાં પગ મુક્યો હતો.

- ભારતે પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને વર્લ્ડ કપ 2023માં તેના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે IPL 2024માં પણ KKRએ પેટ કમિન્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સિઝનની તેની પહેલી મેચ જીતી હતી.

- ભારત વર્લ્ડ કપ 2023ની ફાઈનલ અને નોકઆઉટ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની. જ્યારે IPL 2024માં KKR પહેલા પ્લેઓફ અને પછી ફાઇનલમાં પ્રવેશી હતી.

- વર્લ્ડ કપ 2023માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા હતો, જે મુંબઈનો ખેલાડી હતો. જ્યારે IPL 2024માં KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર છે જે મુંબઈનો ખેલાડી છે.

- વર્લ્ડ કપ 2023માં MVP એટલે કે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (વિરાટ કોહલી) ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમનો ભાગ હતો. જ્યારે IPL 2024માં વેલ્યુએબલ  ખેલાડી (સુનીલ નારાયણ) KKRનો ભાગ છે.

- વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતનો સામનો પેટ કમિન્સની ટીમ સાથે થયો હતો. IPL 2024ની ફાઇનલમાં KKRનો મુકાબલો પેટ કમિન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે પણ થશે.


Google NewsGoogle News