IPL 2024 : આજની મેચમાં મેદાનમાં રમતા જોવા મળશે બે બર્થ-ડે બોય, એક જીતશે ટ્રોફી તો બીજાની હાર નિશ્ચિત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
IPL 2024 : આજની મેચમાં મેદાનમાં રમતા જોવા મળશે બે બર્થ-ડે બોય, એક જીતશે ટ્રોફી તો બીજાની હાર નિશ્ચિત 1 - image


IPL 2024 Final Match KKR vs SRH : આજે આઈપીએલની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ ચેન્નાઈના ક્રિકેટ સ્ટેડીયમમાં રમાવાની છે, ત્યારે આજે મેદાનમાં બે બર્થ-ડે બોય રમતા જોવા મળશે. આજે કોલકાતા અને હૈદરાબાદની મેચની સાથે સાથે બે વિસ્ફોટ બેટ્સમેનોનો જન્મદિવસ છે અને તેમાંથી એકને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક મળશે, જ્યારે બીજાની હાર થતી જોવા મળશે.

IPL 2024 : આજની મેચમાં મેદાનમાં રમતા જોવા મળશે બે બર્થ-ડે બોય, એક જીતશે ટ્રોફી તો બીજાની હાર નિશ્ચિત 2 - image

આજે સુનીલ નારાયણનો 36મો જન્મ દિવસ

કોલકાતાને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનર સુનીલ નારાયણ (Sunil Narine) આ મેચને યાદગાર બનાવવા ઈચ્છશે. આ સિઝનમાં શ્રેષ્ઠ બેટિંગ કરનાર સુનીલનો આજે જન્મદિવસ છે અને આજે તે 36 વર્ષનો થયો છે. આઈપીએલ જેવી ઈવેન્ટમાં ફાઈનલ મેચ રમવી અને તે પણ જન્મદિવસ પર, તે કોઈપણ ખેલાડીનું સ્વપ્ન હોય છે.

IPL 2024 : આજની મેચમાં મેદાનમાં રમતા જોવા મળશે બે બર્થ-ડે બોય, એક જીતશે ટ્રોફી તો બીજાની હાર નિશ્ચિત 3 - image

નીતિશ રેડ્ડી આજે 21 વર્ષ પુરા કર્યા

આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વિસ્ફોટ બેટર નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy)એ ઘણી મોટી ઈનિંગ્સ રમી છે. ટીમની જીતમાં યોગદાન આપનાર આ શાનદાર બેટ્સમેન આજે પોતાનો 21મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આટલી નાની ઉંમરે ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનાર નીતિશ પણ આજે દમદાર બેટીંગ કરી ફાઈનલ મેચ જીતવા માટે પ્રયાસો કરશે.

IPL 2024 : આજની મેચમાં મેદાનમાં રમતા જોવા મળશે બે બર્થ-ડે બોય, એક જીતશે ટ્રોફી તો બીજાની હાર નિશ્ચિત 4 - image

જન્મદિવસ પર ફાઈનલ રમનારા ખેલાડીઓ

આ પહેલા આઈપીએલમાં બે વખત આવું બન્યું છે, જ્યારે કોઈ ખેલાડીને તેના જન્મદિવસ પર ફાઈનલમાં રમવાની તક મળી હોય. વર્ષ 2012માં માઈકલ હસી (Michael Hussey) તેના જન્મદિવસ પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાઇનલમાં રમ્યો હતો અને તેમાં કોલકાતાનો વિજય થયો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ (Kieron Pollard)ને 2019માં તેના જન્મદિવસ પર ફાઈનલ મેચ રમી હતી, જેમાં ચેન્નાઈનો એક રને હાર આપી હતી.


Google NewsGoogle News