IPL 2024 : કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન, ફાઈનલ મેચમાં હૈદરાબાદને હરાવ્યું, વેંકટેશ ઐય્યરની ફિફ્ટી

• હૈદરાબાદનો સ્કોર : 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ, પેટ કમિન્સના 24, એડન માર્કરામના 20, હેનરીક ક્લાસેન 16 રન, પેટ કમિન્સ અને શાહબાજ અહેમદની એક-એક વિકેટ

• કોલકાતાનો સ્કોર : 10.3 ઓવરમાં 114/2, રહમાનુલ્લાહ ગુરબાજના 39, વેંકટેશ ઐય્યરના 52, શ્રેયસ ઐય્યરના 6 રન, આંદ્રે રસેલની ત્રણ, મિશેલ સ્ટાર્ક અને હર્ષિક રાણાની બે-બે, વૈભવ આરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની એક-એક વિકેટ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
IPL 2024 : કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન, ફાઈનલ મેચમાં હૈદરાબાદને હરાવ્યું, વેંકટેશ ઐય્યરની ફિફ્ટી 1 - image

IPL 2024 Final KKR vs SRH Match : આજે આઈપીએલ-2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ હરાવી આઈપીએલના ઈતિહાસમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેના જવાબમાં કોલકાતાની ટીમે 10.3 ઓવરમાં બે વિકેટે 114 રન નોંધાવી વિજય મેળવ્યો છે. આ પહેલા કોલકાતાની ટીમ વર્ષ 2012 અને 2019માં ચેમ્પિયન બની હતી.

કોલકાતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન, વેંકટેશ ઐય્યરની ફિફ્ટી

કોલકાતાની ટીમે બીજી ઓવરમાં સુનીલ નારાયણની વિકેટ ખોઈ હતી, જોકે ત્યારબાદ રહમાનુલ્લા ગુરબાજ અને વેંકટેશ ઐય્યરની વિસ્ફોટ બેટીંગ જોવા મળી હતી. સુનીલ નારાયણ 6 રને આઉટ થયો હતો. ગુરબાજે 32 બોલમાં 5 ફોર અને 2 સિક્સ સાથે 39 રન, વેંકટેશ ઐય્યરે 26 બોલમાં 4 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 52 રન, શ્રેયસ ઐય્યરે 3 બોલમાં 1 ફોર સાથે અણનમ 6 રન નોંધાવ્યા હતા.

કોલકાતા બેટરોએ હૈદરાબાદના બોલરોને ધોયા

આજની મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોનો ફ્લોપ શો બાદ બોલરોનું પણ કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. કોલકાતાના બોલરોએ તરખાટ મચાવ્યા બાદ ટીમના બેટ્સમેનોએ પણ વિસ્ફોટ બેટિંગ કરી હતી. હૈદરાબાદનો ટી.નટરાજને સૌથી ખર્ચાળ બોલિંગ કરી બે ઓવરમાં 29 રન આપી બેઠો હતો, જ્યારે ભુવનેશ્વર કુમારે બે ઓવરમાં 25 રન આપ્યા હતા. ટીમ તરફથી પેટ કમિન્સ અને શાહબાજ અહેમદે 1-1 વિકેટ ખેરવી હતી.

હૈદરાબાદના બેટરોનું ફ્લોપ પ્રદર્શન

આજની ફાઈનલમાં મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોનં ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ તરફથી પેટ કમિન્સના 24, એડન માર્કરામના 20, હેનરીક ક્લાસેન 16, નિતિશ કુમાર રેડ્ડીએ 13 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના તમામ બેટ્સમેનો ડબલ ડિઝિટ રન પણ કરી શક્યા ન હતા.

કોલકાતાના બોલરોનો તરખાટ

આજે મેચ શરૂ થતાની સાથે જ કોલકાતાના બોલરો હૈદરાબાદ ટીમ પર હાવી બની ગયા હતા. હૈદરાબાદના 50 રન પુરા થાય તે પહેલા બોલરોએ ચાર વિકેટ ખેરવી નાખી હતી. આજની મેચમાં આંદ્રે રસેલનો તરખાટ જોવા મળ્યો હતો, તો તમામ બોલરોએ પણ મહત્વું યોગદાન આપ્યું હતું. કોલકાતા તરફથી આંદ્રે રસેલની ત્રણ, મિશેલ સ્ટાર્ક અને હર્ષિક રાણાની બે-બે, વૈભવ આરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની એક-એક વિકેટ

પેટ કમિન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

આ પહેલા હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની મેચોની નોંધ લઈએ તો હૈદરાબાદ સામે કોલકતાની પલડું ભારે જોવા મળ્યું છે. બંને ટીમે વચ્ચે અત્યાર સુધીમાં કુલ 27 મેચો રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 18 તો હૈદરાબાદે નવ મેચ જીતી છે.

LIVE Update...

આઈપીએલની ફાઈનલ મેચમાં હૈદરાબાદને હરાવી કોલકાતાની ટીમ ત્રીજી વખત બની ચેમ્પિયન, વેંકટેશ ઐય્યરની ફિફ્ટી

વિકેટ-02, રહમાનુલ્લાહ ગુરબાજ 39 રને આઉટ : કોલકાતાની ટીમમાં ઓપનિંગમાં આવેલો ગુરબાજ 39 રને આઉટ થયો છે. તેણે 32 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ ફટકારી હતી. તે શાહબાજ અહેમદની બોલિંગમાં LBW આઉટ થયો હતો.

વિકેટ-1, સુનીલ નારાયણ 6 રને આઉટ : કોલકાતાની ટીમે 1.2 ઓવરે પ્રથમ વિકેટ ગુમાવી છે. બર્થ-ડે બોય સુનીલ નારાયણ ઝડપી બેટિંગ કરવાના ચક્કરમાં વિકેટ ખોઈ બેઠો છે. પેટ કમિન્સની બોલિંગમાં નારાયણ શાહબાજ અહેમદને કેચ આપી બેઠો છે.

કોલકાતાની ઈનિંગ શરૂ : 114 રનના ટાર્ગેટનો પીછો કરવા કોલકાતાની ટીમના ઓપનરો રહમાનલ્લુહા ગુરબાજ અને સુનીલ નારાયણ મેદાનમાં આવી ગયા છે. 

હૈદરાબાદની ટીમે નોંધાવ્યો શરમજનક રેકોર્ડ : હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ તેના નામે શરનજનક રેકોર્ડ નોંધાયો છે. ટીમે આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ફાઈનલ મેચમાં સૌથી નાનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ચેન્નાઈની ટીમે 2013ની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી.

વિકેટ-10, પેટ કમિન્સ 24 રને આઉટ : હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સની વિકેટ ગુમાવ્યા બાદ ટીમ 113 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આંદ્રે રસેલની બોલિંગમાં મિશેલ સ્ટાર્કે કમિન્સને કેચ આઉટ કર્યો છે. કમિન્સે 19 બોલમાં બે ફોર અને એક સિસ્ક સાથે 24 રન નોંધાવ્યા છે.

વિકેટ-9, જયદેવ ઉનડકટ ચાર રને આઉટ : આજે હૈદરાબાદ ટીમની શરૂઆતથી જ શરનજનક બેટિંગ જોવા મળી છે. ટીમે 17.5 ઓવરમાં નવમી વિકેટ ગુમાવી છે. સુનીલ નારાયણે ઉનડકટને LBW આઉટ કરી માત્ર ચાર રને પેવેલીયન ભેગો કર્યો છે.

વિકેટ-8, હેનરીક ક્લાસેન 16 રને આઉટ : કોલકાતાના બોલરો સામે હૈદરાબાદની ટીમ નતમસ્તક જોવા મળી રહી છે. આ સાથે ટીમે 90 રને આઠમી વિકેટ ગુમાવી છે. હર્ષીત રાણાની ઓવરમાં ક્લાસેન માત્ર 16 રને ક્લિન બોલ્ડ થયો છે.

વિકેટ-7, અબ્દુલ શામેદ 4 રને આઉટ : આંદ્રે રસેલની ઓવરમાં અબ્દુલ શામેલ માત્ર ચાર રન બનાવી આઉટ થયો છે. આ સાથે ટીમે 12.4 ઓવરમાં સાતમી વિકેટ ગુમાવી છે.

વિકેટ-6, શાહબાજ અહેમદ 8 રને આઉટ : વરૂણ ચક્રવર્તીની બોલિંગમાં શાહબાજ અહેમદ સુનીલ નારાયણના હાથે કેચ આઉટ થયો છે. આ સાથે હૈદરાબાદની ટીમે 11.5 ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી છે.

વિકેટ-5, એડન માર્કરામ 20 રને આઉટ : હૈદરાબાદની ટીમે 50 રને પાર કરી લીધા બાદ પાંચમી વિકેટ ગુમાવી છે. એડમ માર્કરામ 20 રને આઉટ થયા બાદ ટીમના ટોપ પાંચ ખેલાડીઓ પેવેલીયન ભેગા થઈ ગયા છે. માર્કરામ આંદ્રે રસેલની બોલિંગમાં મિશેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો છે.

વિકેટ-4, બર્થ-ડે બોય નિતિશ કુમાર રેડ્ડી 13 રને આઉટ : આજે હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન નિતિશ કુમાર રેડ્ડીનો બર્થ-ડે છે, જોકે તે તેના જન્મદિવસ પર કંઈ ખાસ બેટિંગ કરી શક્યો નથી. હર્શીત રાણાએ નિતિશને માત્ર 13 રને આઉટ કરી પેવેલીયન ભેગો મોકલી દીધો છે. આમ સાત ઓવરમાં હૈદરાબાદે ચાર વિકેટ ગુમાવી છે.

વિકેટ-3, રાહુલ ત્રિપાઠી 9 રને આઉટ : મિશેલ સ્ટાર્કની બોલિંગે હૈદરાબાદને ઘૂંટણીએ લાવી દીધું છે. ટીમે પાંચ ઓવર પુરી થાય તે પહેલા ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ત્રીજા ક્રમે આવેલો રાહુલ ત્રિપાઠી 14 બોલમાં એક ફોર ફટકારી 9 રને આઉટ થયો છે. ત્રિપાઠી મિશેલ સ્ટાર્કની બોલિંગમાં શોર્ટ ફરકારવા ગયો હતો, જોકે રમણદીપ સિંઘે તેનો કેચ કરી લીધો છે. આ સાથે ટીમે 4.2 ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી છે.

વિકેટ-2, ટ્રેવિસ હેડ 0 રને આઉટ : અભિષેક શર્માની વિકેટ ગુમાવ્યા બાદ હૈદરબાદાને બીજો મોટો ઝટકો મળ્યો છે. ટ્રેવિડ હેડ શૂન્ય રને આઉટ થઈ પેવેલીયન ભેગો થયો છે. ટ્રેવિસ હેડ વૈભવ અરોરાની બોલિંગમાં શોર્ટ ફટકારવા ગયો હતો, જોકે વિકેટ કીપર રહમાનુલ્લા ગુરબાઝે તેનો કેચ કરી લીધો છે. આ સાથે ટીમની 2 ઓવરમાં બે વિકેટ પડી ગઈ છે.

વિકેટ-1, અભિષેક શર્મા બે રને આઉટ : હૈદરાબાની ટીમે વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માની સસ્તામાં વિકેટ ખોઈ નાખી છે. શર્મા પાંચ બોલમાં માત્ર બે રન બનાવી આઉટ થયો છે. મિશેલ સ્ટાર્કે શર્માને બોલ્ડ કર્યો છે. આમ 0.5 ઓવરે હૈદરાબાદની પહેલી વિકેટ પડી છે.

છેલ્લી મેચમાં KKRની જીત થઈ હતી

કોલકાતા ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે, જ્યારે પેટ કમિન્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર ક્વોલિફાયર-1માં થઈ હતી, જેમાં કોલકાતાની જીત થઈ હતી.

હૈદરાબાદે ટોસ જીત્યો

હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

KKRએ 2012 અને 2014માં બની હતી ચેમ્પિયન

ઉલ્લેખનીય છે કે, કોલકાતાની ટીમે વર્ષ 2012 અને 2014માં આઈપીએલ સિઝનની ફાઈનલમાં એન્ટ્રી કરી હતી અને ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ બંને વખત ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ કોલકાતા 2021માં ઓએન મોર્ગની કેપ્ટનશીપ હેઠળ ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ તેની ચેન્નાઈ સામે હાર થઈ હતી. હવે કોલકાતાની ટીમે ત્રીજી વખત ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. જો કેકેઆર આ મેચ જીતશે તો આઈપીએલમાં ત્રીજી વખ ચેમ્પિયન બનશે. બીજીતરફ હૈદરાબાદની ટીમે માત્ર એક વખત ચેમ્પિયન બની છે. હૈદરાબાદે ડેવિડ વોર્નરની આગેવાની હેઠળ વર્ષ 2016માં ચેમ્પિયન બન્યું હતું. વર્ષ 2009માં પણ હૈદરાબાદ ચેમ્પિયન બન્યું હતું, પરંતુ ત્યારે તેનું નામ ડેક્કન ચાર્જર્સ હતું અને ફ્રેન્ચાઈઝીના માલિક પણ જુદા હતા.

હૈદરાબાદ વિરુદ્ધ KKRનું પલળું ભારે

હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા ટીમનું પલળું હંમેશા ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચો રમાઈ છે, જેમાં કેકેઆરએ 18 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદે માત્ર નવ મેચમાં વિજય મેળવી શકી છે. છેલ્લી પાંચ મે અને આજની મેચ સિવાય કેકેઆરનો દબદબો જોવા મળ્યો છે. તેણે પાંચમાંથી ત્રણમાં વિજય અને બેમાં હારનો સામનો કર્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટમેન), શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી. નટરાજન.


Google NewsGoogle News