5 કારણોસર હૈદરાબાદે ચાખવો પડ્યો હારનો સ્વાદ, પેટ કમિન્સે લીધેલાં આ નિર્ણયો ભારે પડ્યાં!
Image Source: Twitter
IPL 2024 KKR vs SRH Final Analysis: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ મેચ રવિવારે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ એકતરફી રહી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી પરાજય આપ્યો હતો.
આ મેચમાં હૈદરાબાદ ટીમના કેપ્ટન રેટ કમિન્સ શરૂઆતથી જ ખોટા નિર્ણયો લેતો નજર આવ્યો છે. SRH ફ્રેન્ચાઈઝીએ કમિન્સને ઓક્શનમાં 20.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. ચાલો જાણીએ એ પાંચ કારણ જેણે હૈદરાબાદ પાસેથી છીનવી લીધી IPL ટ્રોફી..
ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય ખોટો
આ મેચમાં પેટ કમિન્સે ટોસ જીત્યો હતો. ત્યારબાદ તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જે ખોટો સાબિત થયો. જ્યારે ટોસ બાદ KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું હતું કે, જો હું ટોસ જીત્યો હતો તો હું હોલિંગ કરવાનો નિર્ણય લેત, કારણ કે, પ્રથમ ઈનિંગમાં પિચ બોલિંગ માટે સારી હતી. જ્યારે કમિન્સ પિચને સમજી ન શક્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને પોતાના જ પગ પર કુહાડી મારી દીધી.
ટોપ ઓર્ડર બેટ્સમોનનો ફ્લોપ શો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત જ ખરાબ રહી હતી. હૈદરાબાદે 21 રનો પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ટ્રેવિસ હેડ ખાતુ પણ નહોતો ખોલી શક્યો. જ્યરે શર્માએ 2 અને રાહુલ ત્રિપાઠીએ માત્ર 9 રન બનાવ્યા હતા. આ જ ફ્લોપ ઓર્ડરના કારણે હૈદરાબાદની આખી ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી અને ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટ્રેવિસ હેટ આ પહેલા કોલકાતા સામે ક્વોલિફાયર-1માં પણ ખાતુ નહોતો ખોલી શક્યો. તે પહેલા ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં પણ ડક આઉટ પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં હેડનું સતત ફ્લોપ પ્રદર્શન ચાલી રહ્યું હતું જે હૈદરાબાદ માટે ફાઈનલની મેચમાં ખતરનાક સાબિત થયું.
𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗢𝗙 #𝗧𝗔𝗧𝗔𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟰 😍🏆
— IndianPremierLeague (@IPL) May 26, 2024
The 𝗞𝗢𝗟𝗞𝗔𝗧𝗔 𝗞𝗡𝗜𝗚𝗛𝗧 𝗥𝗜𝗗𝗘𝗥𝗦! 💜#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/iEfmGOrHVp
સ્ટાર્ક અને રસેલ સામે કોઈ વ્યૂહરના નહીં
હૈદરાબાદને પહેલી જ ઓવરમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઝટકો આપ્યો હતો. તેણે અભિષેક શર્માને ક્લીન બોર્ડ કર્યો હતો. સ્ટાર્કે 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ પહેલા ક્વોલિફાયર-1માં પણ સ્ટાર્કે શરૂઆતમાં ઝટકો આપ્યો હતો. તેણે 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
પેટ કમિન્સે આ મેચમાંથી બોધપાઠ લેવાનો હતો અને સ્ટાર્ક સામે સારી વ્યૂહરચના બનાવવી હતી, પરંતુ તે તેવું ન કરી શક્યો. આવું જ કંઈક આન્દ્રે રસેલ સામે પણ રહ્યું. કમિન્સે રસેલ સામે પણ કોઈ વ્યૂહરચના ન બનાવી અને તેનું પરિણામ તેણે ભોગવવું પડ્યું. રસેલે મેચમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ફિલિપ્સ અને મયંકને ન રમાડવું ભારે પડ્યું
કમિન્સ આખી સિઝનમાં ન્યૂઝીલેન્ડના સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સને ન રમાડ્યો, જ્યારે આ ધાકડ પ્લેયર શાનદાર ફોર્મમાં હતો. ફિલિપ્સે IPL પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ફીફ્ટી પણ ફટકારી હતી. ફિલિપ્સે ઓસ્ટ્રેલિયા સામે T20 સિરિઝમાં પણ શાનદાર બેટિંગ પણ કરી હતી.
ફિલિપ્સ ઉપરાંત લેગ સ્પિનર મયંક માર્કંડેયને પણ આ મેચમાં તક ન મળી. ચેન્નાઈની પિચ સ્પિન ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં ઓફ સ્પિનર ફિલિપ્સ અને મયંક મહત્વના ખેલાડી સાબિત થઈ શક્યા હોત. મયંકે આ સિઝનમાં 7 મેચ રમી હતી, જેમાં તેણે 8 વિકેટ ઝડપી હતી. સ્પિન-ફ્રેન્ડલી પિચ પર સ્પેશિયાલિસ્ટ સ્પિનર ન હોવું પણ કમિન્સને ભારે પડ્યું.
ક્લાસેનને છઠ્ઠા નંબર પર મેદાનમાં ઉતાર્યો
કેપ્ટન કમિન્સે આ મેચમાં એક મોટી ભૂલ કરી હતી. સતત પડી રહેલી વિકેટ વચ્ચે તેણે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને છઠ્ઠા નંબર પર ઉતાર્યો. જ્યારે છેલ્લી મેચમાં ક્લાસને ફિફ્ટી ફટકારી હતી. જો કમિન્સે તેને આ મેચમાં મેદાનમાં ઉતાર્યો હોત તો કદાચ સ્કોર વધુ થઈ શક્યો હોત.