ગુજરાત સામેની મેચમાં ગુજરાતી ક્રિકેટરને જ વિશેષ સન્માન, આજે 7:38 વાગ્યે ફેન્સ કરશે સન્માનિત

IPL 2023ની ફાઈનલમાં CSK ગુજરાત ટાઈટન્સને હરાવી પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
ગુજરાત સામેની મેચમાં ગુજરાતી ક્રિકેટરને જ વિશેષ સન્માન, આજે 7:38 વાગ્યે ફેન્સ કરશે સન્માનિત 1 - image
Image:IANS

CSK vs GT : IPL 2024ની સાતમી મેચમાં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ગત વર્ષની બે ફાઈનલિસ્ટ ટીમો સામસામે હશે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ગત IPL સિઝનની વિજેતા બની હતી. CSKની ટીમ ધોનીની કેપ્ટનશિપમાં પાંચમી વખત ચેમ્પિયન બની હતી. CSKની તે જીતનો હીરો રવિન્દ્ર જાડેજા હતો. જાડેજાએ મોહિત શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નઈને જીત અપાવી હતી. હવે જાડેજાને ચેપોકના મેદાન પર તે જ ફાઈનલિસ્ટ ટીમ સામે ખાસ સન્માન મળશે.

જાડેજાને મળશે વિશેષ સન્માન

CSKના તમામ ચાહકો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્ (વ્હિસલપોડુ આર્મી)એ આ વિશેષ સન્માનની જાહેરાત કરી છે. સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે, IPL 2024ની સાતમી મેચ શરૂ થયા પછી, બરાબર 7:38 વાગ્યે ચેપોકમાં હાજર તમામ ચાહકો તેમની સીટ પરથી ઉભા થઈને રવિન્દ્ર જાડેજાને માન આપશે. આ રીતે ગયા સિઝનમાં મળેલી જીત માટે જાડેજા સન્માનિત થશે.

ધોનીએ જાડેજાને ખભા પર ઉઠાવીને ઉજવણી કરી

રવિન્દ્ર જાડેજાએ IPL 2023ની ફાઇનલમાં માત્ર 6 બોલ રમ્યા હતા. પરંતુ આ 6 બોલમાં તે આખી મેચનો હીરો બની ગયો હતો. તેણે 6 બોલમાં 15 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ તેની ઇનિંગ સદી કરતાં વધુ મહત્વપૂર્ણ હતી કારણ કે તેણે ચેન્નઈને મેચ જીતીને ચેમ્પિયન બનાવ્યું હતું જ્યાંથી ગુજરાતની જીત નિશ્ચિત જણાતી હતી. આ પછી ધોનીએ તેને ખભા પર ઉઠાવીને ઉજવણી કરી હતી. તેની તસવીર ‘ફોટો ઓફ ધ સિઝન’ બની ગઈ હતી.

ગુજરાત સામેની મેચમાં ગુજરાતી ક્રિકેટરને જ વિશેષ સન્માન, આજે 7:38 વાગ્યે ફેન્સ કરશે સન્માનિત 2 - image


Google NewsGoogle News