IPL 2024: ચેન્નઈ સુપર કિંગ્સમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી, ટીમમાં ઘાતક બોલરની એન્ટ્રી
IPL 2024 Devon Conway Ruled Out: આઈપીએલ 2024 વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ડ્વેન કોનવે હવે ઈજાના કારણે સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આઈપીએલ 2024ની શરૂઆત પહેલા સમાચાર આવ્યા હતા કે કોનવે આ સિઝનના પહેલા તબક્કામાંથી બહાર છે. હવે કોનવેની જગ્યાએ રિચર્ડ ગ્લીસને હવે CSK ટીમમાં પ્રવેશ કર્યો છે.
કોનવેનો આઈપીએલમાં અત્યાર સુધીનો સ્કોર 924 રન
ડ્વેન કોનવે આઈપીએલ 2024ની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. કોનવેએ છેલ્લી બે સિઝનમાં સીએસકે માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 23 મેચ રમી છે. જેમાં 924 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોનવેનો બેસ્ટ સ્કોર 92 રન રહ્યો છે. કોનવેએ આઈપીએલમાં 9 ફિફ્ટી પણ ફટકારી છે.
DEVON CONWAY RULED OUT OF IPL 2024.
— Johns. (@CricCrazyJohns) April 18, 2024
- Richard Gleeson replaces Devon Conway in CSK. 🦁 pic.twitter.com/7KfgYxZ7OX
રિચાર્ડ ગ્લીસનનો ટીમમાં પ્રવેશ
ચેન્નઈ સુપર કિંગ્સે હવે બાકીની સિઝન માટે 36 વર્ષીય ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. રિચર્ડ ગ્લીસન અત્યાર સુધી 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જેમાં તેના નામે 9 વિકેટ છે. સીએસકેએ હરાજી દરમિયાન રિચર્ડ ગ્લીસનને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
સીએસકે અદ્ભુત ફોર્મમાં
આ સિઝનમાં સીએસકેની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં છે અને ટીમ આ સિઝનમાં સારું પ્રદર્શન કરી રહી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં સીએસકે 6 મેચ રમી ચૂકી છે. જેમાંથી ટીમે 4માં જીત મેળવી છે, આ સિવાય સીએસકેને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સીએસકે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.